Astro

મેષ-સિંહ સહિત આ 3 રાશિના જાતકો માટે ખુલશે 'કુબેરના ભંડાર'! શનિની પ્રિય રાશિમાં 5 ગ્રહોની યુતિ

By GS Team
27 Jan 20261 min read
TukuTouch Logo
Panchgrahi Yoga February 2026 : ફેબ્રુઆરી મહિના ગ્રહોની ચાલની ઘણી સકારાત્મક અને નકરાત્મક અસર થવાની છે. આ મહિને દુર્લભ યોગ પણ બની રહ્યા છે. ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને રાહુ મળીને પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે. શનિદેવની પ્રિય રાશિ કુંભમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. જે 23 ફેબ્રુઆરીથી સક્રિય થશે જ્યારે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેષ-સિંહ સહિત આ 3 રાશિના જાતકો માટે ખુલશે 'કુબેરના ભંડાર'! શનિની પ્રિય રાશિમાં 5 ગ્રહોની યુતિ

Panchgrahi Yoga February 2026 : ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોની ચાલની ઘણી સકારાત્મક અને નકરાત્મક અસર થવાની છે. આ મહિને દુર્લભ યોગ પણ બની રહ્યા છે. ફેબ્રુઆરીમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર અને રાહુ મળીને પંચગ્રહી યોગ બનાવી રહ્યા છે. શનિદેવની પ્રિય રાશિ કુંભમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. જે 23 ફેબ્રુઆરીથી સક્રિય થશે જ્યારે મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 

આ પંચગ્રહી યોગના કારણે 3 રાશિના જાતકો માટે સારા દિવસો શરુ થવાના છે. ખાસ કરીને મેષ, સિંહ અને કુંભ રાશિના જાતકો માટે 'ગોલ્ડન ટાઇમ' શરુ થાય તેવા યોગ બની રહ્યા છે. 

મેષ

આ રાશિના જાતકોને ક્યાંક અટકેલું ધન પાછું મળે તેવી શક્યતા  છે. નોકરિયાત વર્ગને બઢતી અથવા નવી જવાબદારી મળી શકે છે. જો તમે સ્ટાર્ટઅપ શરુ કરવા માંગતા હોવ તો આ તમારા માટે શ્રેષ્ઠ સમય છે. 

સિંહ

સિંહ રાશિના જાતકોની સમાજ અને કાર્યસ્થળ પર પ્રતિષ્ઠા વધશે, લોકો તમને માન-સન્માન આપશે. પ્રોપર્ટી અથવા શેર બજારમાં જૂના રોકાણ પર નફો મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે, પરિવારમાં ખુશાલી આવશે. 

કુંભ

કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર આવશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. મહિનાઓથી અટકેલા કામોમાં ગતિ આવશે. એકથી વધુ આવકના સ્ત્રોતથી ધનલાભના યોગ છે.