Astro

નૌતપામાં ગ્રહોનો મહાસંયોગ : 9 દિવસમાં 7 મોટા ગ્રહો બદલશે ચાલ, જાણો કઈ રાશિઓને થશે ફાયદો

By GS Team
20 May 20263 mins read
TukuTouch Logo
RASHI BHAVISHYA ઃ હિંદુ પંચાગ અનુસાર નૌતપામાં 7 મોટા ગ્રહોની ચાલ બદલાઈ રહી છે. 25 મેના રોજ સૂર્યનું રોહિણી નક્ષત્ર અને બુધનું મૃગશિરા નક્ષત્રમાં ગૌચર થશે જેના બાદ મંગળ, ગુરુ, શુક્ર અને રાહુ પણ ગૌચર કરશે. તો શિતળ ગણાતા ગ્રહ ચંદ્રનું પણ રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. 25 મેના રોજથી નૌતપાની શરૂઆત થઈ રહી છે, જે આગામી 2 જૂન સુધી રહેશે. નૌતપા એટલે કે વર્ષના સૌથી વધુ 9 ગરમ દિવસ. આ દિવસોમાં સૂર્ય આકાશમાંથી અગનજ્વાળાઓ વરસાવે છે, અને ધરતી ખુબ તપે છે. પરંતુ આ વખતે નૌતપામાં એક સૌથી મોટો અને દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. હિંદુ પંચાગ અનુસાર નૌતપામાં 7 મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે. 25 મેના રોજ સૂર્યનું રોહિણી નક્ષત્ર અને બુધનું મૃગશિરા નક્ષત્રમાં ગૌચર થશે. ત્યારબાદ મંગળ, ગુરુ,શુક્ર અને રાહુ અને ચંદ્ર જેવા ગ્રહો પણ રાશિ પરિવર્તન કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નૌતપામાં ગ્રહોનો મહાસંયોગ : 9 દિવસમાં 7 મોટા ગ્રહો બદલશે ચાલ, જાણો કઈ રાશિઓને થશે ફાયદો

DHARM LOK : હિંદુ પંચાગ અનુસાર નૌતપામાં 7 મોટા ગ્રહોની ચાલ બદલાઈ રહી છે. 25 મેના રોજ સૂર્યનું રોહિણી નક્ષત્ર અને બુધનું મૃગશિરા નક્ષત્રમાં ગૌચર થશે જેના બાદ મંગળ, ગુરુ, શુક્ર અને રાહુ પણ ગૌચર કરશે. તો શિતળ ગણાતા ગ્રહ ચંદ્રનું પણ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. 25 મેના રોજથી નૌતપાની શરૂઆત થઈ રહી છે, જે આગામી 2 જૂન સુધી રહેશે. નૌતપા એટલે કે વર્ષના સૌથી વધુ 9 ગરમ દિવસ. આ દિવસોમાં સૂર્ય આકાશમાંથી અગનજ્વાળાઓ વરસાવે છે, અને ધરતી ખૂબ તપે છે. પરંતુ આ વખતે નૌતપામાં એક સૌથી મોટો અને દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. હિંદુ પંચાગ અનુસાર નૌતપામાં 7 મોટા ગ્રહો પોતાની ચાલ બદલશે. 25 મેના રોજ સૂર્યનું રોહિણી નક્ષત્ર અને બુધનું મૃગશિરા નક્ષત્રમાં ગૌચર થશે. ત્યારબાદ મંગળ, ગુરુ, શુક્ર અને રાહુ અને ચંદ્ર જેવા ગ્રહો પણ રાશિ પરિવર્તન કરશે.

9 દિવસમાં 7 મોટા ગ્રહોમાં દુર્લભ સંયોગ!

જ્યોતિષવિદ્દોના અનુસાર નૌતપાના 9 દિવસમાં 7 મોટા ગ્રહોની ચાલ બદલાવાનો એક દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષવિદોનું માનવું છે કે આ દુર્લભ સંયોગ ચાર રાશિના જાતકો માટે શુભ પરિણામ આપી શકે છે. નૌતપામાં ગ્રહોની ઉલટફેરના કારણે 4 રાશિના લોકોનું ભાગ્ય પણ ચમકી શકે છે.

આ પણ વાંચો : પૈસાની તંગી હોય તો ઘરના વાસ્તુમાં કરો 6 ફેરફાર, ધન અને સમૃદ્ધિમાં થશે આપોઆપ વધારો!

જાણો કઈ 4 રાશિઓને થશે ફાયદો?

મેષ રાશિઃ આ રાશિના જાતકો માટે નૌતપા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ રાશિના જાતકોને કાર્યસ્થળ પર બહુજ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. તમારી પ્રગતિ જોઈને તમારા નજીકના લોકોમાં ઇર્ષ્યા વધી શકે છે. પ્રેમ સબંધમાં પણ સકારાત્મક માહોલ બનશે, જે લોકો લવ મેરેજ કરવા ઇચ્છે છે તેમને પરિવાર તરફથી સહમતિ મળી શકે છે. સબંધોમાં ચાલી રહેલા તણાવો પણ ધીરેધીરે દૂર થઈ શકે છે.

વૃષભ રાશિઃ આ રાશિના લોકો ઘણા લાંબા સમયથી જરૂરી કામ અટકેલા હોવાથી પરેશાન છે. પરંતુ નૌતપામાં તેમનું કાર્ય પૂર્ણ થઈ શકે છે. નોકરી-વ્યાપાર માટે આ સમય બિલકુલ સકારાત્મક રહેશે. યુવાઓને પણ પોતાની મહેનતનું સારું એવું પરિણામ મળશે. ખાસ કરીને આર્થિક મામલાને લઈને બિનજરૂરી ખર્ચા પર નિયંત્રણ વધશે અને ધનની બચત પણ થશે.

કર્ક રાશિઃ આ રાશિના જાતકો માટે પારિવારિક જીવનમાં નવી ખુશીઓ આવશે. ઘરમાં વૃદ્ધોની તબિયતમાં સુધારો જોવા મળશે. ખાસ કરીને પિતાનું સ્વાસ્થ્ય સુધરતું જણાશે. પરિવારની ખુશીઓને નેક્સ્ટ લેવલે લઈ જવા માટે કોઈપણ હદે જવાનો વિચાર પણ આવશે. ધન સાથે જોડાયેલા મામલાઓ પણ ઉકેલાઈ જશે. નાણાની લેવડ-દેવડ સાથે જોડાયેલી સમસ્યાઓનો પણ અંત આવશે.

વૃષિક રાશિઃ સકારાત્મક વિચાર સાથે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. કરિયરના ક્ષેત્રમાં ઊંચા મુકામ હાંસલ કરી શકો છો. રોજગારની તલાશ કરી રહેલા લોકોને આ સમય દરમિયાન સારા એવા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કામકાજી લોકોની ક્રિએટિવીટીમાં પણ સુધારો જોવા મળશે. ઘર પરિવારમાં સુખ-શાંતિ અને પ્રેમભાવ વધશે.

આ પણ વાંચો : વૃષભ રાશિમાં સૂર્યની એન્ટ્રી, 3 રાશિના જાતકો માટે ચિંતાનો વિષય, ધન હાનિ થઇ શકે