Astro

વૃષભ રાશિમાં ચંદ્રની એન્ટ્રી, 4 રાશિના જાતકોને લાગશે લોટરી, કરિયરમાં મળશે પ્રગતિ

By GS Team
6 Aug 20263 mins read
TukuTouch Logo
આજે 6 ઓગસ્ટે ચંદ્ર મેષ રાશિમાંથી નીકળી પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચરથી વૃષભ, કર્ક અને કુંભ રાશિના જાતકો માટે સુવર્ણ સમય શરૂ થશે. વૃષભ રાશિને આત્મવિશ્વાસ, કર્ક રાશિને ધનલાભ અને કુંભ રાશિને ભૌતિક સુખોમાં વૃદ્ધિ થશે. આ ગોચરથી જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૃષભ રાશિમાં ચંદ્રની એન્ટ્રી, 4 રાશિના જાતકોને લાગશે લોટરી, કરિયરમાં મળશે પ્રગતિ

Chandra Gochar 2026: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોની રાણી કહેવાતા ચંદ્રની ચાલની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. જ્યારે પણ ચંદ્ર પોતાની સ્થિતિ અથવા રાશિ બદલે છે, ત્યારે તેનો સીધો પ્રભાવ આપણા મન, લાગણીઓ, આર્થિક સ્થિતિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર પડે છે. આજે 6 ઓગસ્ટના રોજ ખગોળીય અને જ્યોતિષીય ઉથલપાથલ વચ્ચે ચંદ્ર ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ગોચર કરી રહ્યો છે. મેષ રાશિમાં પોતાની યાત્રા પૂર્ણ કર્યા પછી, ચંદ્રએ પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં ગોચર કરી લીધુ છે. ચંદ્રનું પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન થવું એ ઘણી રાશિઓ માટે આશીર્વાદરૂપ માનવામાં આવી રહી છે.

આ ગોચરથી કેટલીક ખાસ રાશિના જાતકોના જીવનમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે અને તેમનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે. આવો જાણીએ કઈ-કઈ રાશિ પર આ ચંદ્ર ગોચરનો સૌથી શુભ પ્રભાવ પડશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે અને આત્મવિશ્વાસ વધશે, કારણ કે ચંદ્રનું આ ગોચર તમારી પોતાની જ રાશિ (વૃષભ) માં થયું છે, તેથી સૌથી વધુ સીધો અને સકારાત્મક લાભ તમને મળશે. આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ ગતિ પકડશે.

કરિયર અને બિઝનેસ

નોકરી કરતા જાતકોને કાર્યક્ષેત્ર પર કોઈ મોટી જવાબદારી મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કોઈ લાભદાયી નવી ડીલ હાથ લાગી શકે છે, જેનાથી મોટો ફાયદો થશે.

પારિવારિક જીવન

ઘર-પરિવારમાં માંગલિક કે ખુશીભર્યો માહોલ રહશે. તમને તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.

કર્ક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કર્ક રાશિનો સ્વામી સ્વયં ગ્રહરાજ ચંદ્ર જ છે. આવી સ્થિતિમાં પોતાની ઉચ્ચ રાશિના પ્રભાવ સાથે જોડાયેલું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે, તિજોરી પૈસાથી ભરેલી રહેશે.

ધન લાભ

આ સમયગાળા દરમિયાન અચાનક ધન લાભના યોગ બનશે, જેના કારણે જૂની આર્થિક તંગી દૂર થશે.

સફળતા

કરિયરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે. બિઝનેસમાં ઉઠાવવામાં આવેલ કોઈપણ જૂનું પગલું હવે જંગી લાભમાં પરિણમશે. તમને મોટા ભાઈ-બહેન અથવા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે, જે તમારા માટે માર્ગદર્શક સાબિત થશે.

કુંભ રાશિ

તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં બમ્પર વધારો થશે. કુંભ રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવ્યું છે.

સંપત્તિ અને વાહન યોગ

જે લોકો લાંબા સમયથી નવું મકાન, જમીન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હતા, તેમની આ ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે.

બિઝનેસ

જો તમે તમારા પૈતૃક અથવા પારિવારિક બિઝનેસ સાથે જોડાયેલા છો, તો તમને અપેક્ષા કરતાં વધુ સફળતા અને પ્રગતિ મળશે.

જ્યોતિષીય ઉપાય

જો તમારી રાશિ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ ન પણ હોય, તો પણ તમે તમારા જીવનમાં ચંદ્રના આ શુભ પ્રભાવને આકર્ષિત કરી શકો છો. જ્યોતિષીઓના મતે ચંદ્રને મજબૂત કરવા અને માનસિક શાંતિ મેળવવા માટે નીચેના ઉપાયો કારગર સાબિત થાય છે.

ચંદ્રને જળ અર્પણ કરો

પૂનમ અથવા ચંદ્ર ગોચરના વિશેષ દિવસોમાં રાત્રે ચાંદી અથવા તાંબાના કળશથી ચંદ્રને જળ (અર્ઘ્ય) અર્પણ કરો. અર્ઘ્યના પાણીમાં થોડું કાચું દૂધ અને થોડા ચોખાના દાણા મિક્સ કરો.

શિવ ઉપાસના

કારણ કે, ચંદ્ર ભગવાન શિવની જટાઓમાં સુશોભિત છે, તેથી સોમવારે શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને માનસિક શક્તિ વધે છે.

સફેદ વસ્તુઓનું દાન

આ સમયગાળામાં જરૂરિયાતમંદોને દૂધ, ચોખા, ખાંડ અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.