Get The App

ધનતેરસ બાદ સિંહ અને વૃશ્ચિક સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, પોતાના જ ઘરમાં પ્રવેશ કરશે મંગળ

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ધનતેરસ બાદ સિંહ અને વૃશ્ચિક સહિત આ રાશિના જાતકો માટે ધનલાભના યોગ, પોતાના જ ઘરમાં પ્રવેશ કરશે મંગળ 1 - image
Image Source: IANS 

Mangal Gochar In Scorpio 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ અંદાજે 18 મહિના બાદ એક રાશિથી બીજા રાશિમાં પરિવર્તન કરે છે. જણાવી દઈએ કે હાલમાં  મંગળ ગ્રહ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે અને તે ઑકટોબરમાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જેથી અમુક રાશિઓના જાતકોનો ગોલ્ડન ટાઇમ શરુ થશે. સાથે આ રાશિઓને તમને અણધાર્યો ધનલાભ પણ થઈ શકે છે. 

સિંહ રાશિ 

ભૂમિપૂત્ર મંગળ દેવની રાશિ સિંહ રાશિમાં પરિવર્તન કરશે. કારણકે મંગળ ગ્રહ તમારી ગોચર કુંડળીથી સંપત્તિ અને સુખ-સુવિધાઓના સ્થાનને ભ્રમણ કરશે. એટલે આ દરિમયાન તમે કોઈ સંપત્તિ ખરીદી શકો છો. સાથે આ સમય દરમિયાન તમને પૈતૃક સંપત્તિનો પણ લાભ મળી શકે છે. તમે ઘરેલુ અને વિદેશ બંને જગ્યાએ મુસાફરી કરી શકો છો. વ્યવસાયમાં નોંધપાત્ર નફો થઈ શકે છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. નોકરી કરતી વ્યક્તિઓને પણ નાણાકીય લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

મંગળનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મંગળ તમારી રાશિનો સ્વામી છે અને તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ગોચર કરશે. તેથી, આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થઈ શકે છે, તેમજ તમારો આત્મવિશ્વાસ પણ વધશે. નવી નોકરી કે વ્યવસાય શરુ કરવાનું વિચારી રહેલા લોકો માટે આ ખૂબ જ શુભ સમય રહેશે. નવી મિલકત, ઘર કે ઍપાર્ટમેન્ટ ખરીદવા માટે પણ આ સમય અનુકૂળ છે. પરિણીત વ્યક્તિઓ સુખી લગ્ન જીવનનો આનંદ માણશે.

મીન રાશિ

મંગળનું ગોચર તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. મંગળ તમારી રાશિથી ભાગ્ય સ્થાન અને વિદેશમાં ગોચર કરી રહ્યો છે. તેથી, આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળી શકે છે. ઉપરાંત, બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. આ સમય દરમિયાન તમે કામ સંબંધિત યાત્રા પણ કરી શકો છો, જે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે મિલકત પણ ખરીદી શકો છો. તમારા માતાપિતાના સહયોગથી હાથ ધરાયેલ કાર્ય સફળ થશે. તમને વ્યવસાયમાં નફો મેળવવા માટે ઘણી શુભ તકો પણ મળી શકે છે. રોજગાર શોધનારાઓને રોજગાર મળી શકે છે.