મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા અને શયન આરતી માટે ઓનલાઇન બુકિંગ શરુ, જાણો એક ટિકિટની કિંમત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahakaleshwar Jyotirlinga Aarti Time & Ticket Price: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન વ્યવસ્થા વધુ સરળ બનાવવા માટે હવે સવારે 4 વાગ્યે થતી 'ભસ્મ આરતી'ની જેમ 'સંધ્યા' અને 'શયન આરતી'નું બુકિંગ પણ ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે. વધતી ભીડને રોકવા અને વ્યવસ્થા પારદર્શક બનાવવા માટે લેવાયેલા આ નિર્ણયથી હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ સરળતાથી આરતીની ટિકિટ બુક કરી શકશે.
કેવી રીતે અને ક્યારે કરવું બુકિંગ?
ભક્તો શ્રી મહાકાલેશ્વર મંદિરની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આરતીની ટિકિટ બુક કરી શકે છે. વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ...
સંધ્યા આરતી: આ માટેનું ઓનલાઇન બુકિંગ દરરોજ બપોરે 12:00 વાગ્યે શરુ થશે.
શયન આરતી: આ માટેની ટિકિટ દરરોજ સાંજે 4:00 વાગ્યા પછી બુક કરી શકાશે.
ટિકિટની કિંમત અને પ્રવેશના નિયમો
મંદિર સમિતિએ 'સંધ્યા આરતી' અને 'શયન આરતી' માટે પ્રતિ વ્યક્તિ ₹250ની કિંમત નક્કી કરી છે. જો કોઈ ભક્ત ટિકિટ ન લઈ શકે, તો તેઓ લાઇનમાં રહીને બાબા મહાકાલના દર્શન કરી શકશે. આરતીમાં સામેલ થવા માટે ભક્તોએ પ્રવેશ દ્વાર ક્રમાંક 1થી એન્ટ્રી લેવાની રહેશે. સંધ્યા આરતી માટે સાંજે 6:00 વાગ્યા પહેલા અને શયન આરતી માટે રાત્રે 10:00 વાગ્યા સુધીમાં મંદિર પહોંચવું અનિવાર્ય છે.
આ પણ વાંચો: Dhanshakti Rajyog: 23 ફેબ્રુઆરીએ ધનશક્તિ રાજયોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
મહાકાલ મંદિરમાં આરતીનો સમય
મહાકાલેશ્વર મંદિરમાં દિવસ દરમિયાન કુલ 6 આરતીઓ થાય છે, જેનો સંપૂર્ણ વિગતવાર સમય નીચે મુજબ છે.
ભસ્મ આરતી: સવારે 4:00 વાગ્યે
દ્યોતક આરતી: સવારે 7:00 વાગ્યે
ભોગ આરતી: સવારે 10:00 વાગ્યે
પૂજન આરતી: સાંજે 5:00 વાગ્યે
સંધ્યા આરતી: સાંજે 7:00 વાગ્યે
શયન આરતી: રાત્રે 10:30 વાગ્યે.




