Get The App

Maha Shivratri 2026: મહા શિવરાત્રિ પર 10માંથી કરો કોઈ એકપણ ઉપાય, દરેક સંકટમાંથી મળશે મુક્તિ!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
Maha Shivratri 2026: મહા શિવરાત્રિ પર 10માંથી કરો કોઈ એકપણ ઉપાય, દરેક સંકટમાંથી મળશે મુક્તિ! 1 - image

Maha Shivratri 2026: 15 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રિના પાવન પર્વ મનાવવામાં આવશે. દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના રોજ આ શુભ તિથિનું વ્રત કરવામાં આવે છે. હિંદુ ધર્મ પ્રમાણે મહા શિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા અને શિવલિંગના રૂપમાં ભગવાન શિવ પ્રગટ થયા હતા. એટલાં માટે આ દિવસની પૂજાનું મહત્ત્વ બહુ વધારે છે. 

જ્યોતિષશાસ્ત્રમાં મહા શિવરાત્રિનું મહત્ત્વ દર્શાવતા કેટલાક વિશેષ ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આમ, મહા શિવરાત્રિ પર 10માંથી કોઈ એકપણ ઉપાય કરવાથી દરેક સંકટમાંથી મુક્તિ મળી શકે છે.

મહા શિવરાત્રિ પર કરો આ ઉપાયો

1. શિવલિંગ પર ગંગાજળ ચઢાવો. આ દિવસે તન-મનને પવિત્ર કરીને કોઈપણ શિવાલયમાં જવું અથવા ઘરમાં શિવલિંગ પર ગંગાજળ ચઢાવો. આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભોગ-મોક્ષ બંને લાભ મળે છે.

2. મહા શિવરાત્રિ પર સફેદ રંગના કપડા અર્પણ કરો. જો શક્ય હોય તો, રુદ્રાભિષેક કરતી વખતે સિલાય કર્યા વગરની સફેદ ધોતી પહેરો. આમ કરવાથી તમારી આધ્યાત્મિક સાધના વધે છે અને જીવનની સતત મુશ્કેલીઓમાંથી રાહત મળે છે.

3. દૂધનો અભિષેક કરો. હિંદુ માન્યતા અનુસાર શિવલિંગ પર ગાયનું દૂધ ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આમ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ અને આર્થિક સ્થિરતા રહે છે.

4. શિવલિંગ પર સફેદ ચંદન અને ભસ્મનું તિલક બનાવો અને ત્યારબાદ તેને માથા પર લગાવો. આનાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે.

5. મહા શિવરાત્રિ પર શિવલિંગ પર રુદ્રાક્ષ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થશે. રુદ્રાક્ષ અર્પણ કર્યા બાદ વિધિ વિધાનની સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરો. 

6. જો તમે શિવાલય જઈ નથી શકતા તો ઘરમાં જ માટીનું શિવલિંગ બનાવીને વિધિવત રીતે પૂજા કરો. 

7. જો રાહુ-કેતુ દોષનો પ્રભાવ હોય તો કુશ અને દુર્વા પાણીમાં નાખીને શિવલિંગ પર ચડાવવું અને 21 સફેદ પુષ્પ અર્પણ કરવા જે દોષ નિવારણ માટે મદદ કરી શકે છે. તમામ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ માટે આ જ્યોતિષ ઉપાય અસરકારક છે. 

8. મહા શિવરાત્રિના શુભ દિને અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા-આરાધના કરો. ક્રોધ કે કોઈપણ વ્યક્તિ માટે નકારાત્મક ભાવ ન રાખો તથા દરેકની મદદ પણ કરવી.

9. મહા શિવરાત્રિના શુભ દિને સ્ફટિકના શિવલિંગની વિધિવત પૂજા-આરાધના અને રુદ્રાભિષેક કરવાથી આર્થિક મુશ્કેલીઓ સમાપ્ત થાય છે. સાથે જ ગાયનું દૂધ ચડાવીને રુદ્રાભિષેક કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. 

10. કોઈપણ વિદ્વાન પંડિતના માધ્યમથી પારદ શિવલિંગની વિધિવત પૂજા કરવી. કોઈ વિશેષ કાર્યમાં સફળતા અને આશીર્વાદ મેળવવા હેતુ આ ઉપાય અત્યંત લાભકારી માનવામાં આવે છે. 

આ 10 સરળ ઉપાયોનું અનુસરણ કરીને મહા શિવરાત્રિ પર તમે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવી શકો છો અને તમારાં જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવી શકો છો.