3 રાશિના જાતકો માટે ધનલાભની સાથે નોકરી અને લગ્નના યોગ, દેવઉઠી અગિયારસ પર દુર્લભ સંયોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dev Uthani Agiyaras 2026: દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે દેવઉઠી અગિયારસ મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ યોગનિદ્રામાંથી જાગૃત થાય છે અને પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. આ વર્ષે દેવઉઠી અગિયારસનું મહત્ત્વ ખૂબ જ ખાસ રહેવાનું છે. જ્યોતિષીના જણાવ્યા પ્રમાણે, 20 નવેમ્બર, 2026ના રોજ દેવઉઠી અગિયારસ એક દુર્લભ સંયોગમાં આવી રહી છે. આ દિવસે પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રની સાથે સિદ્ધિ યોગ પણ રહેશે. આ સંયોગ 3 રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે દેવઉઠી અગિયારસનો સમય અનુકૂળ રહી શકે છે. આ દરમિયાન મનની કોઈ ઇચ્છા પૂર્ણ થવાના સંકેતો મળી રહ્યા છે. આર્થિક બાબતોમાં લાભ થઈ શકે છે અને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકો માટે પણ સારી તકો ઊભી થઈ શકે છે. નોકરીને લઈને કોઈ મોટી ડીલ થવાના યોગ બની રહ્યા છે. આવકના નવા સ્ત્રોત સામે આવી શકે છે. તેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવાની આશા છે. પરિવારમાં સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની તક મળી શકે છે. એકંદરે, આ સમય કર્ક રાશિના જાતકો માટે આર્થિક અને પારિવારિક દૃષ્ટિએ સકારાત્મક રહી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે દેવઉઠી અગિયારસનો સમય ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ દરમિયાન ધનવર્ષાના યોગ બની રહ્યા છે. તમારી યોજનાઓ સફળ થઈ શકે છે અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની નવી તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલાં કામ પૂર્ણ થવાના સંકેત છે. તેનાથી મનમાં ઉત્સાહ અને સંતોષ જળવાઈ રહેશે. લગ્ન માટે યોગ્ય ઉંમરના જાતકોને પણ સારા સમાચાર મળી શકે છે. લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થવાના યોગ છે. પરિવારમાં લગ્ન માટે મંજૂરી મળી શકે છે. જો તમે કોઈ કામ માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો, તો તેમાં પણ ઝડપ આવવાની સંભાવના છે. આ સમય સિંહ રાશિના જાતકો માટે કરિયર અને અંગત જીવન બંનેમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે દેવઉઠી અગિયારસનો સમય અનેક બાબતોમાં શુભ સંકેતો આપી રહ્યો છે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળી શકે છે અને તમારા પ્રયાસોનું સારું પરિણામ મળવાની સંભાવના છે. પરિવારમાં ખુશીઓ જળવાઈ રહેશે. ઘરના સભ્યો સાથે સંબંધો વધુ સારા બનશે અને પરસ્પર સહયોગમાં વધારો થઈ શકે છે. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. જરૂરિયાતના સમયે તેમનો સાથ અને સહયોગ મળી શકે છે. સફળતા મળવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે અને સામાજિક જીવનમાં સક્રિયતા પણ વધી શકે છે. આ સમય ધનુ રાશિના જાતકોને પોતાના લક્ષ્યો તરફ આગળ વધવા માટે પ્રેરિત કરી શકે છે.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'ગુજરાત સમાચાર' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.




