Astro

2026માં હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું!

By GS Team
3 Jan 20262 mins read
TukuTouch Logo
Holi 2026 with Lunar Eclipse: આગામી ત્રીજી માર્ચે વર્ષ 2026નો પ્રથમ ચંદ્રગ્રહણ થશે. સંયોગવશ આ જ દિવસે હોળી પણ ઉજવાશે. હિન્દુ પંચાંગ અનુસાર ત્રીજી માર્ચે હોળકા દહન થશે. આ ચંદ્ર ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થશે. ગ્રહણ ભારતમાં પણ દેખાવાનો હોવાથી સૂતક લાગુ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

2026માં હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ: આ 5 રાશિના જાતકોએ ખાસ સાચવવું!

Holi 2026 with Lunar Eclipse:  આગામી ત્રીજી માર્ચે વર્ષ 2026નો પ્રથમ ચંદ્રગ્રહણ થશે. સંયોગવશ આ જ દિવસે હોળી પણ ઉજવાશે. હિન્દુ પંચાંગ અનુસાર ત્રીજી માર્ચે હોળકા દહન થશે. આ ચંદ્ર ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થશે. ગ્રહણ ભારતમાં પણ દેખાવાનો હોવાથી સૂતક લાગુ થશે. 

ત્રીજી માર્ચે બપોરે 3 વાગીને 20 મિનિટ ચંદ્ર ગ્રહણ શરૂ થશે. ગ્રહણનું સમાપન સાંજે 6 વાગીને 47 મિનિટે થશે. સૂતક સવારે 6 વાગીને 20 મિનિટ જ લાગુ થઈ જશે. આ ચંદ્ર ગ્રહણ બંગાળ, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ જેવા પૂર્વોત્તરના રાજ્યોમાં જ દેખાશે. 

કઈ રાશિના જાતકો પર કેવી અસર થશે?

મેષ: ચંદ્રગ્રહણની મેષ રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર પડશે. ખર્ચમાં વધારો થશે. પૈસાની બચત કરવી અઘરી થશે. 

કર્ક: આ રાશિના જાતકો માટે ધન સંબંધિત નુકસાનના યોગ બની રહ્યા છે. ખર્ચમાં વધારો થશે જ્યારે આવકના સ્ત્રોતમાં ઘટાડો થશે. વેપારમાં પણ ખોટ થઈ શેક છે. 

સિંહ: આ રાશિના જાતકોને શારીરિક કષ્ટ મળી શકે છે. ઈજા કે અકસ્માતનો ભય રહેશે. આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. 

વૃશ્ચિક: બીમારીઓથી ખાસ બચીને રહેવું. માનસિક ચિંતાઓ પણ વધી શકે છે. કરિયરમાં સંઘર્ષ વધી શકે છે. ઉછીના પૈસા લેવાથી બચો. 

મીન: આ રાશિના જાતકો પણ ચંદ્ર ગ્રહણથી સાવધાન રહે. તમારા બનતા કામ બગડી શકે છે. પરિવારમાં તણાવ વધશે. સંતાનને લઈને ચિંતા વધશે. કોઈ પણ કાર્યમાં સફળતા માટે પ્રયાસ વધારવા પડશે.