Astro

10 નવેમ્બરે ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને 21 કિમી પરિક્રમાનું મહત્ત્વ

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
10 નવેમ્બર, 2026ના રોજ દેશભરમાં ગોવર્ધન પૂજા ઉજવાશે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ઉઠાવી વ્રજવાસીઓની રક્ષા કરવાની સ્મૃતિમાં આ પર્વ મનાવાય છે. કાર્તિક શુક્લ પ્રતિપદા તિથિએ થતી આ પૂજાનું શુભ મુહૂર્ત સવારે 6:40 થી 8:50 સુધીનું છે. ભક્તો 21 કિલોમીટર લાંબી ગોવર્ધન પરિક્રમા કરી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

10 નવેમ્બરે ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવાશે, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને 21 કિમી પરિક્રમાનું મહત્ત્વ
AI તસવીર

Goverdhan Puja 2026: 10 નવેમ્બરના રોજ દેશભરમાં ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણની એ લીલાને સમર્પિત છે, જ્યારે તેમણે ગોવર્ધન પર્વત ઉપાડીને વ્રજવાસીઓની રક્ષા કરી હતી. માન્યતા છે કે ભગવાન કૃષ્ણે ઇન્દ્રના પ્રકોપથી વ્રજવાસીઓ અને તેમના પશુધનની રક્ષા માટે ગિરિરાજ પર્વત પોતાની ટચલી આંગળી પર ઉપાડ્યો હતો. ત્યારપછી ગોવર્ધન પર્વતને ભગવાન કૃષ્ણના સ્વરૂપ તરીકે પૂજવાની પરંપરા શરૂ થઈ.

ગોવર્ધન પૂજા 2026ની તારીખ અને સમય

ગોવર્ધન પૂજા કાર્તિક શુક્લ પ્રતિપદા તિથિ પર કરવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 9 નવેમ્બરે બપોરે 12 વાગ્યાને 31 મિનિટથી લઈને 10 નવેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી જ રહેશે. ઉદય તિથિના આધારે ગોવર્ધન પૂજા 10 નવેમ્બર 2026ને મંગળવારના રોજ કરવામાં આવશે.

પૂજાના શુભ મુહૂર્ત

શુભ મુહૂર્ત પર નજર કરીએ તો તો 10 નવેમ્બરે સવારે 6 વાગ્યાને 40 મિનિટથી લઈને સવારે 8 વાગ્યાને 50 મિનિટ સુધી પૂજાનું શુભ મુહૂર્ત રહેશે. આ સિવાય, સવારે 11 વાગ્યાને 43 મિનિટથી લઈને બપોરે 12 વાગ્યાને 26 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. સંધ્યાકાળે પૂજા કરનારા સાંજે 5 વાગ્યાને 30 મિનિટથી સાંજે 5 વાગ્યાને 56 મિનિટ સુધી ગોધૂલી મુહૂર્તમાં પૂજા કરી શકે છે.

21 કિલોમીટર લાંબી ગોવર્ધન પરિક્રમાનું મહત્વ

ગોવર્ધન પર્વતની પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓમાં ઊંડી આસ્થા છે. ગોવર્ધનની પરિક્રમા લગભગ 7 કોસ એટલે કે આશરે 21 કિલોમીટર લાંબી માનવામાં આવે છે. દેશ-દુનિયામાંથી શ્રદ્ધાળુઓ ગિરિરાજ મહારાજના દર્શન અને પરિક્રમા માટે પહોંચે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં જ્યારે પહેલીવાર ગોવર્ધન પૂજા થઈ હતી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતે તેની પરિક્રમા કરી હતી. યદુવંશીઓના ગુરુ મહામુનિ ગર્ગની સંહિતા સાથે જોડાયેલી માન્યતામાં પણ ગોવર્ધન પરિક્રમા અને તેના ધાર્મિક મહત્વનો ઉલ્લેખ મળે છે. માન્યતા છે કે ગિરિરાજ મહારાજની પરિક્રમા કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે અને તેમના દર્શનથી મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

ગોવર્ધન પૂજાની સરળ વિધિ

ગોવર્ધન પૂજાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો. ત્યારબાદ ઘરના આંગણામાં ગાયના છાણથી ગોવર્ધન પર્વતની આકૃતિ બનાવો. પરંપરા અનુસાર, ગોવર્ધન પર્વતનું મુખ પશ્ચિમ દિશા તરફ રાખવામાં આવે છે. તેને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરો. ગોવર્ધન પર્વતની આકૃતિની વચ્ચે અથવા પાસે ભગવાન શ્રીકૃષ્ણની પ્રતીમા સ્થાપિત કરો. ગોવર્ધનની નાભિના સ્થાન પર માટીનો દીવો રાખો. ભગવાન ગોવર્ધન અને શ્રીકૃષ્ણની વિધિ-વિધાનથી પૂજા કરો. ભગવાન સમક્ષ દીવો પ્રગટાવો અને ફળ, ફૂલ તથા મીઠાઈ અર્પણ કરો. તેમને કઢી, અન્નકૂટ અને ભાતનો ભોગ ધરાવો.