Astro

3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યાં ક્યાં દેખાશે, 6 રાશિઓ પર પડશે સીધી અસર

By GS Team
2 Mar 20262 mins read
TukuTouch Logo
મંગળવાર 3 માર્ચના રોજ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ એક ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે, જે સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ઘટિત થશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ અને સૂતક કાળ પણ માન્ય રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 માર્ચે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યાં ક્યાં દેખાશે, 6 રાશિઓ પર પડશે સીધી અસર

Chandra Grahan 2026: મંગળવાર 3 માર્ચના રોજ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ એક ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે, જે સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં ઘટિત થશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ અને સૂતક કાળ પણ માન્ય રહેશે.

ગ્રહણનો સમય અને સૂતક કાળ

ગ્રહણનો પ્રારંભ બપોરે 3:20 વાગ્યે થશે તેમજ પૂર્ણાહુતિ: સાંજે 6:46 વાગ્યે ગ્રહણમાં સૂતક કાળનો પ્રારંભ સવારે 6:20 કલાકે શરૂ થશે. સામાન્ય રીતે ગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જતો હોય છે. પરંતુ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે સૂતક કાળ બપોરે 3:16 વાગ્યે શરૂ થશે.

ભારતમાં ક્યાં ક્યાં દેખાશે?

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારતના ઘણા મોટા શહેરોમાં દેખાવાનું છે. દિલ્હી-એનસીઆર, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, પટના, ભુવનેશ્વર, ગુવાહાટી, ઇમ્ફાલ, શિલોંગ, કોહિમા અને ઈટાનગર સહિત અનેક વિસ્તારોમાં ચંદ્રગ્રહણ દેખાશે.

ગ્રહણની રાશિઓ પર કઈ કઈ અસર પડશે?

કર્ક

કરિયરમાં વધુ મહેનત કરવી પડશે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે

સિંહ

ગ્રહણ તમારી જ રાશિમાં હોવાથી માનસિક તણાવ અને ધનહાનિની શક્યતા છે

કન્યા

કરિયર અને પારિવારિક જીવનમાં પડકારો આવી શકે છે. મુસાફરી દરમિયાન સાવધાની રાખવી

મેષ

ધનહાનિ અને ખર્ચમાં વધારો થઈ શકે છે. અકસ્માત કે આંખની સમસ્યાથી સાવધ રહેવું

વૃષભ

સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. કરિયરમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું, નહીંતર નુકસાનની સંભાવના

મિથુન

ચંદ્ર ગ્રહણથી શુભ સંકેત, અટકેલા કામો પૂર્ણ થશે અને કરિયરમાં સફળતા મળવાની શક્યતા

ગ્રહણ કાળમાં શું કરવું, શું ન કરવું?

શાસ્ત્રો અનુસાર ગ્રહણ સમયે મંત્રોચ્ચાર અને ભક્તિનું વિશેષ મહત્વ છે. ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો તેમજ ભગવાન વિષ્ણુ કે શિવજીના સ્મરણમાં સમય પસાર કરવો. બીમાર અને ગર્ભવતી મહિલાઓ સિવાય સૂતક કાળ દરમિયાન ખાવા-પીવા અને શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 2થી 8 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

ક્યાં અને કેવી રીતે જોવું?

3 માર્ચ મંગળવારની સાંજે ભારતના ઘણા મોટા શહેરોમાં ચંદ્ર દેખાશે ત્યારથી જ ગ્રહણ જોઈ શકાશે. આ ગ્રહણને નરી આંખે જોઈ શકાશે આ ઉપરાંત, તમે Timeanddate.com પર જઈને આ ખગોળીય ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકશો.