Astro

3 દિવસ કન્યા રાશિમાં એક્ટિવ રહેશે ભદ્ર રાજયોગ, 4 રાશિના જાતકો બનશે પૈસાદાર!

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
વૈદિક જ્યોતિષ મુજબ, બુધ દેવ કન્યા રાશિમાં હોવાથી "ભદ્ર રાજયોગ" સક્રિય છે. આ શુભ યોગ 26 સપ્ટેમ્બર 2026 સુધી રહેશે. તેનાથી મિથુન, કન્યા અને ધન રાશિના જાતકોને ધન, કરિયર અને વેપારમાં અપાર સફળતા મળશે. મિથુનને ઘર-વાહન, કન્યાને પત્રકારત્વ-મીડિયામાં સિદ્ધિ, અને ધનને નોકરી-બિઝનેસમાં લાભ થશે. ગણેશ પૂજા અને લીલી વસ્તુઓનું દાન કરવાથી વિશેષ ફળ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 દિવસ કન્યા રાશિમાં એક્ટિવ રહેશે ભદ્ર રાજયોગ, 4 રાશિના જાતકો બનશે પૈસાદાર!

Bhadra Rajyog 2026: વૈદિક જ્યોતિષમાં બુધ દેવને બુદ્ધિ, વેપાર, તર્ક, વાણી અને ગણતરીના કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે બુધ પોતાની સ્વરાશિ (મિથુન) અથવા પોતાની ઉચ્ચ રાશિ કન્યા (Virgo)માં પ્રથમ, ચતુર્થ, સપ્તમ અથવા દશમા ભાવ (કેન્દ્ર ભાવ)માં બિરાજમાન થાય છે, ત્યારે પંચ મહાપુરુષ યોગોમાંથી એક અત્યંત શુભ 'ભદ્ર રાજયોગ'નું નિર્માણ થાય છે.

વર્તમાનમાં બુધ દેવ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં બિરાજમાન છે, જેનાથી આ ભદ્ર રાજયોગ પૂરી રીતે સક્રિય છે. કારણ કે 26 સપ્ટેમ્બર 2026ના રોજ બુધ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં ગોચર કરી જશે, તેથી આ શક્તિશાળી રાજયોગનો વિશેષ પ્રભાવ 26 સપ્ટેમ્બર સુધી બન્યો રહેશે. બુધના આ મહાયોગથી મુખ્ય રૂપે 3 રાશિના જાતકોને ધન, કરિયર, વેપાર અને બૌદ્ધિક ક્ષમતામાં અપાર સફળતા અને લાભ મળશે.

મિથુન રાશિ

બુધ તમારી રાશિના સ્વામી છે અને આ રાજયોગ તમારા સુખ, માતા અને ભૌતિક સાધનોના એટલે કે ચોથા (ચતુર્થ) ભાવમાં બની રહ્યો છે. નવું મકાન, વાહન કે કોઈ કિંમતી સંપત્તિ ખરીદવાનું આયોજન કરી રહેલા જાતકો માટે 26 સપ્ટેમ્બર સુધીનો સમય ખૂબ જ અનુકૂળ છે. પારિવારિક જીવનમાં મધુરતા આવશે અને માતા પક્ષથી લાભ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને રણનીતિક વિચારસરણીના કારણે વરિષ્ઠ અધિકારીઓ તમારાથી પ્રભાવિત થશે.

કન્યા રાશિ

ભદ્ર રાજયોગ તમારી જ રાશિ (પ્રથમ ભાવ)માં બની રહ્યો છે, જે તમારા માટે સૌથી વધુ શુભ ફળદાયી છે. તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ અને આત્મવિશ્વાસ જોવા મળશે. જે લોકો પત્રકારત્વ, મીડિયા, વકીલાત કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, તેમને કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા સચોટ હશે અને બિઝનેસમાં ફસાયેલા પૈસા પાછા મળશે.

ધન રાશિ

તમાર રાશિથી દશમ (કર્મ, કરિયર તથા બિઝનેસ) ભાવમાં ભદ્ર રાજયોગ બની રહ્યો છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન, ઈન્ક્રીમેન્ટ કે મનપસંદ ટ્રાન્સફરના શુભ સમાચાર મળી શકે છે. જો તમે નવો બિઝનેસ કે સ્ટાર્ટઅપની શરૂઆત કરવા માગો છો, તો આ સમય નવી ડિલ ફાઈનલ કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. બિઝનેસની યાત્રાઓ લાભદાયી સાબિત થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

ભદ્ર રાજયોગના અચૂક ઉપાય

  • દરરોજ અથવા વિશેષ કરીને બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશને 21 દૂર્વા અર્પણ કરો અને 'ૐ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરો.
  • કોઈ ગરીબ કે જરૂરિયાતમંદને લીલા મગની દાળ, લીલા વસ્ત્ર કે પાલતુ પશુઓ માટે લીલો ચારો દાન કરો.