Astro

ભદ્ર રાજયોગ 2026: 29 મેથી ચમકશે આ 4 ભાગ્યશાળી રાશિઓનું નસીબ, બુધનું ગોચર કરાવશે અઢળક ધનલાભ અને પ્રગતિ!

By GS Team
26 May 20263 mins read
TukuTouch Logo
જ્યોતિષીય ગણતરી મુજબ, આગામી 29 મે 2026 ના રોજ બુદ્ધિ, સંવાદ અને વ્યાપારના દાતા ગણાતા બુધ ગ્રહ પોતાની જ સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બુધના આ રાશિ પરિવર્તનના કારણે એક અત્યંત શક્તિશાળી અને દુર્લભ એવા ભદ્ર રાજયોગનું નિર્માણ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભદ્ર રાજયોગ 2026: 29 મેથી ચમકશે આ 4 ભાગ્યશાળી રાશિઓનું નસીબ, બુધનું ગોચર કરાવશે અઢળક ધનલાભ અને પ્રગતિ!
 AI IMAGE

Bhadra Rajyog 2026: જ્યોતિષીય ગણતરી મુજબ, આગામી 29 મે 2026 ના રોજ બુદ્ધિ, સંવાદ અને વ્યાપારના દાતા ગણાતા બુધ ગ્રહ પોતાની જ સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બુધના આ રાશિ પરિવર્તનના કારણે એક અત્યંત શક્તિશાળી અને દુર્લભ એવા ભદ્ર રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્રમાં પંચ મહાપુરુષ યોગોમાંનો એક એવો આ રાજયોગ અમુક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. ખાસ કરીને 4 નસીબદાર રાશિઓના જીવનમાં ધન, કરિયરમાં પ્રગતિ અને મોટા સકારાત્મક બદલાવ આવવાના પ્રબળ યોગો બની રહ્યા છે.

શું છે ભદ્ર રાજયોગ?

દ્રિક પંચાંગ અનુસાર, જ્યારે બુધ ગ્રહ પોતાની સ્વરાશિ (મિથુન અને કન્યા) અથવા પોતાની ઉચ્ચ રાશિમાં થઈને કેન્દ્ર ભાવ (એટલે કે પહેલા, ચોથા, સાતમા કે દસમા ભાવ)માં બિરાજમાન હોય ત્યારે ભદ્ર રાજયોગ બને છે. આ યોગ વ્યક્તિની બુદ્ધિ, નિર્ણયશક્તિ અને આર્થિક સ્થિતિને અસાધારણ બળ આપે છે.

મિથુન રાશિ (Gemini)

બુધનું આ ગોચર મિથુન રાશિના જ પ્રથમ એટલે કે લગ્ન ભાવમાં થઈ રહ્યું છે, જેથી આ રાજયોગ સીધો તમારી જ રાશિમાં બનશે. નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે. પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળવાના યોગ છે. વેપારમાં કોઈ મોટી અને ફાયદાકારક ડીલ ફાઇનલ થઈ શકે છે. કમાણીના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાની પૂરી સંભાવના છે. તમારી સંવાદ શૈલી અને નિર્ણય લેવાની ક્ષમતામાં અદભુત સુધારો જોવા મળશે, જેનાથી લોકો પ્રભાવિત થશે.

આ પણ વાંચો : 2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ

કન્યા રાશિ (Virgo)

બુધ દેવ કન્યા રાશિના પણ સ્વામી છે. આ ગોચર દરમિયાન બુધ તમારી રાશિના દસમા (કર્મ) ભાવમાં ભ્રમણ કરશે, જે તમારા વ્યવસાય માટે સુવર્ણકાળ લાવશે. નવી નોકરી શોધી રહેલા લોકોને મનપસંદ ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારું માન-સન્માન અને પ્રભાવ વધશે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો અથવા મીડિયા, રાઇટિંગ (લેખન), માર્કેટિંગ કે બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો આ સમય સોનામાં સુગંધ ભળે તેવો સાબિત થશે. આ સમયગાળામાં પૂર્વજોની કે પૈતૃક સંપત્તિથી મોટો લાભ થવાના મજબૂત યોગ છે.

ધન રાશિ (Sagittarius)

ધન રાશિના જાતકો માટે બુધનું ગોચર સાતમા ભાવમાં (વિવાહ અને ભાગીદારી) થવા જઈ રહ્યું છે, જ્યાં આ રાજયોગ રચાશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત અને મધુર બનશે. જો અગાઉ કોઈ મનભેદ કે વિવાદ ચાલતો હોય તો તેનો અંત આવશે. વ્યાપારમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક નફો કરાવી આપશે. સમાજમાં તમારી શાખ અને લોકપ્રિયતા વધશે. કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક પણ મળી શકે છે.

મીન રાશિ (Pisces)

મીન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ચોથા ભાવમાં (સુખ, ભૂમિ અને વાહન) થવાનું છે. આ સમય દરમિયાન તમે નવું વાહન અથવા પ્રોપર્ટી (મકાન/જમીન) ખરીદવાનું આયોજન કરી શકો છો. ઘરમાં કોઈ માંગલિક કે ધાર્મિક કાર્ય સંપન્ન થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં સુધારો થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ તમને આગળ વધવામાં મદદ કરશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી આવી રહેલી પરેશાનીઓ દૂર થશે, જેનાથી તમે માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશો.