ચાતુર્માસ બેસતાં જ ખુલશે નસીબના તાળાં! મેષ-સિંહ સહિત આ 4 રાશિના જાતકો પર થશે ધનવર્ષા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Devshayani Ekadashi 2026 Chaturmas : દેવશયની એકાદશીથી શરૂ થઈ રહેલો ચાતુરમાસ 4 રાશિઓના જીવનમાં સુવર્ણ દિવસો લઈને આવી રહ્યો છે. ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાં જવાથી કેટલીક રાશિઓને કરિયરમાં મોટી ઉડાન, બિઝનેસમાં અચાનક બમ્પર ધન લાભ, અને સમાજમાં ભારે માન-સન્માન મળવાના વિશેષ આશીર્વાદ મળશે. હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશી અને ચાતુરમાસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે, અને બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવના હાથમાં આવી જાય છે. વર્ષ 2026માં દેવશયની એકાદશી 25 જુલાઈ 2026ના રોજ છે, અને આ જ દિવસથી ચાતુરમાસની શરૂઆત થઈ રહી છે.
શું હોય છે ચાતુરમાસ?
ચાતુરમાસ હિન્દુ ધર્મમાં ચાર મહિનાનો એક વિશેષ અને પવિત્ર સમયગાળો છે, જે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી (દેવશયની એકાદશી)થી શરૂ થઈને કારતક મહિનાની એકાદશી (દેવઉઠની એકાદશી) સુધી ચાલે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષનાગની શય્યા પર ચાર મહિના માટે યોગ નિદ્રા (ઊંઘ)માં ચાલ્યા જાય છે. આ દરમિયાન બ્રહ્માંડ અને સૃષ્ટિના સંચાલનનો કાર્યભાર ભગવાન શિવ સંભાળે છે. ભગવાન વિષ્ણુ વિશ્રામમાં હોવાથી આ સમયગાળામાં તમામ પ્રકારના માંગલિક કાર્યો (જેવા કે લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ વગેરે) સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સમયગાળામાં ગ્રહોની ચાલમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેનાથી કેટલીક વિશેષ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઇમ શરૂ થવાનો છે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
મેષ રાશિ (Aries)
મેષ રાશિના જાતકો માટે ચાતુરમાસનો સમય કોઈ વરદાનથી ઓછો નહીં હોય. નોકરીયાત લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં મોટો નફો થવાના યોગ છે. ધન લાભના નવા સ્ત્રોત ખુલશે. જૂના અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે, અને માન-સન્માનમાં વધારો થશે.
સિંહ રાશિ (Leo)
ભગવાન વિષ્ણુ અને શિવજીની કૃપાથી સિંહ રાશિવાળાના ભાગ્યના દ્વાર ખુલવાના છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય સર્વશ્રેષ્ઠ છે. કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાની સંભાવના છે. રોકાણ માટે આ સમય ઘણો સારો રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે, જેનાથી તમે મુશ્કેલ નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો.
તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે દેવશયની એકાદશીથી સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. જમીન, મકાન કે, વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે. જો કોઈ મનભેદ ચાલી રહ્યો હતો, તો તે દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે, અને જૂની બીમારીઓમાંથી રાહત મળી શકે છે.
ધન રાશિ (Sagittarius)
ચાતુરમાસનો સમયગાળો ધનુ રાશિવાળા માટે ચારેય તરફથી લાભ લઈને આવી રહ્યો છે. આ દરમિયાન તમને દરેક કામમાં કિસ્મતનો પૂરો સાથ મળશે. અધૂરા પડેલા કાર્યો ઝડપથી પૂરા થશે. આવકના સાધનોમાં વધારો થશે, જેનાથી બચત વધશે. કોઈ ધાર્મિક કે, માંગલિક કાર્યમાં સામેલ થવાની તક મળી શકે છે, જેનાથી માનસિક શાંતિ મળશે.









