Astro

અક્ષય તૃતીયા 2026: આ વખતે ગ્રહોનો અદ્ભૂત સંયોગ, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

By GS Team
7 Apr 20262 mins read
TukuTouch Logo
વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. બંનેના સંયુક્ત આશીર્વાદનું ફળ અક્ષય થઈ જાય છે. અક્ષયનો અર્થ થાય છે- 'જેનો ક્ષય ના થાય.' આ દિવસે કરવામાં આવેલા કાર્યોના પરિણામોનો ક્ષય નથી થતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન પરશુરામ, નર નારાયણ અને હયગ્રીવનો અવતાર થયો હતો. આ જ દિવસથી બદ્રીનાથના કપાટ ખુલે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય તૃતીયા 2026: આ વખતે ગ્રહોનો અદ્ભૂત સંયોગ, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

Akshaya Tritiya 2026: વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. બંનેના સંયુક્ત આશીર્વાદનું ફળ અક્ષય થઈ જાય છે. અક્ષયનો અર્થ થાય છે- 'જેનો ક્ષય ના થાય.' આ દિવસે કરવામાં આવેલા કાર્યોના પરિણામોનો ક્ષય નથી થતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન પરશુરામ, નર નારાયણ અને હયગ્રીવનો અવતાર થયો હતો. આ જ દિવસથી બદ્રીનાથના કપાટ ખુલે છે. આ દિવસે વૃંદાવનમાં બાંકે બિહારીના ચરણના દર્શન થાય છે. આ દિવસે કિંમતી વસ્તુઓ ખરીદવામાં આવે છે. 2026માં અક્ષય તૃતીયા 19 એપ્રિલના રોજ છે.

જ્યોતિષીઓના મતે આ વખતેઅક્ષય તૃતીયા ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે ઘણા દુર્લભ સંયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ દિવસે શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી માલવ્ય રાજયોગ બનશે. આ ઉપરાંત આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. આ જ દિવસે ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. તો ચાલો જાણીએ કે અક્ષય તૃતીયા કઈ રાશિઓ માટે શુભ રહેશે.

મેષ રાશિ

અક્ષય તૃતીયાનો સમય મેષ રાશિના જાતકો માટે કરિયરમાં સારા પરિવર્તન લાવી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવાની અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તેમને હવે રાહત મળી શકે છે. તમારી મહેનતનું ફળ મળવાના સંકેત છે. તમને કામકાજમાં કોઈ મોટી તક અથવા ડીલ હાથ લાગી શકે છે, જેનાથી આગળ વધવાના રસ્તા ખુલશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ સમય સન્માન અને ઓળખ વધારનારો રહેશે. તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. રોકાણ સબંધિત મામલે ફાયદો મળવાના યોગ છે. જૂના કૌટુંબિક વિવાદો, ખાસ કરીને સંપત્તિ સંબંધિત વિવાદ ઉકેલાઈ શકે છે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં આ સમય દરમિયાન સ્થિરતા અને સંતુલન જોવા મળશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. જો તમે નવો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માગો છો, તો આ અનુકૂળ સમય છે. કિસ્મતના સાથથી અટકેલા અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી અને મયુર વાકાણીના પિતા ભીમ વાકાણીનું નિધન

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ સમય સુખ-સુવિધાઓમાં વધારો લઈને આવી શકે છે. ઘર કે વાહન લેવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સીનિયર્સનો સહયોગ મળશે, જેનાથી કામ સરળ થશે. આવકના નવા રસ્તાઓ પણ ખુલી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.