Astro

આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો કોણે વાહન ચલાવતી વખતે રહેવું પડશે સાવધાન!

By GS Team
22 Oct 20261 min read
TukuTouch Logo
અગ્નિદત્ત પદમનાભે રાશિ ભવિષ્યમાં જણાવ્યું છે કે, મેષ રાશિના જાતકોને તેમના કામની પ્રશંસા થતા આનંદ થશે અને સિઝનલ ધંધામાં અચાનક ગ્રાહકી આવતા આવક થશે. કુંભ રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત અનુભવાશે અને રાજકીય-સરકારી કામમાં અનુકૂળતા રહેશે. મીન રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે અને નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો કોણે વાહન ચલાવતી વખતે રહેવું પડશે સાવધાન!

મેષ : આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં આવક થાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય.
મિથુન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.
કર્ક : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા રહે.
સિંહ : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કન્યા : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ રહે.
ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
મકર : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા મળી રહે.
મીન : કોર્ટ-કચેરીના કામમાં આપે રૂકાવટ-મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

  • અગ્નિદત્ત પદમનાભ