Astro

રાશિફળ 15 સપ્ટેમ્બર: સિંહ રાશિને બઢતી-બદલીના યોગ, જાણો કઈ રાશિએ નુકસાનથી સાવધાન રહેવું?

By GS Team
15 Sep 20261 min read
TukuTouch Logo
આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે જાહેરક્ષેત્રના કામમાં દોડધામભર્યો રહેશે. વૃષભ રાશિના લોકોએ સીઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો ટાળવો. સિંહ રાશિના જાતકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે, બઢતી-બદલીના યોગ છે. કન્યા રાશિના લોકોને કૌટુંબિક અને પારિવારિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. ધન રાશિના જાતકોને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાશિફળ 15 સપ્ટેમ્બર: સિંહ રાશિને બઢતી-બદલીના યોગ, જાણો કઈ રાશિએ નુકસાનથી સાવધાન રહેવું?

મેષ : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામ અંગે આપને દોડધામ શ્રમ જણાય. અન્યના સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
મિથુન : આપના બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે.
કર્ક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. કામકાજમાં રૂકાવટ રહ્યા કરે.
સિંહ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યક વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના કામ થાય.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ શ્રમ ખર્ચ જણાય કામ ઉકેલાય.
તુલા : આપના કાર્યમાં કોઇને કોઈ મુશ્કેલી રૂકાવટ આવ્યા કરે. આવેશ ઉશ્કેરાટમાં આવી જઇને કોઈ કામ કરવું નહીં.
વૃશ્ચિક : આપે વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે. સાસરીપક્ષે મોસાળપક્ષે ચિંતા ખર્ચ અનુભવાય.
ધન : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મકર : ઘરપરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામ અંગે આપને વ્યસ્તતા જણાય. કામ ઉકેલાવાથી રાહત રહે.
કુંભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ રહે.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેનીનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. ખર્ચ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ