Astro

મીન રાશિમાં બન્યો ખતરનાક 'વિષ યોગ': કર્ક-કન્યા સહિત આ 4 રાશિના જાતકો પર આવશે મોટું સંકટ!

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
26 સપ્ટેમ્બર, 2026ના રોજ મીન રાશિમાં ચંદ્ર અને શનિની યુતિથી અશુભ 'વિષ યોગ' સર્જાશે. આ યોગને કારણે સિંહ, કન્યા, ધન અને મીન રાશિના જાતકોને ધનહાનિ, માનસિક તણાવ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને વાહન ચલાવતી વખતે, નાણાકીય લેવડદેવડ અને સંબંધોમાં સાવચેતી રાખવી. શિવજી અને હનુમાનજીની પૂજા તથા દાન કરવાથી આ યોગના પ્રભાવને ઘટાડી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીન રાશિમાં બન્યો ખતરનાક 'વિષ યોગ': કર્ક-કન્યા સહિત આ 4 રાશિના જાતકો પર આવશે મોટું સંકટ!

Vish Yog 2026: 26 સપ્ટેમ્બર, 2026ના રોજ જ્યોતિષીય દ્રષ્ટિએ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ચંદ્રના મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ ત્યાં પહેલેથી જ બિરાજમાન શનિદેવ સાથે તેની યુતિ રચાઈ છે, જેના કારણે અશુભ વિષ યોગનું નિર્માણ થયું છે. આ અશુભ યોગના પ્રભાવને કારણે અનેક જાતકોને ધન હાનિ, માનસિક તણાવ તેમજ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જ્યોતિષમાં કેમ ખાસ છે આ સંયોગ?

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની ચાલ અને તેમના પરસ્પર સંયોગથી શુભ અને અશુભ યોગ બનતા હોય છે. ચંદ્ર એ મન, મસ્તિષ્ક અને ભાવનાઓનો કારક છે, જ્યારે શનિ એ દુઃખ, ન્યાય, અનુશાસન અને વિરક્તિના પ્રતીક છે. જ્યારે આ બંને ગ્રહો એક જ રાશિમાં ભેગા થાય છે, ત્યારે વ્યક્તિના મનમાં નકારાત્મકતા, તણાવ, ભય અને ડિપ્રેશનની સ્થિતિ પેદા થઈ શકે છે. આ સંયોગને કારણે ચાર રાશિના જાતકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

પ્રભાવિત થનાર મુખ્ય ચાર રાશિઓ અને તેની અસરો

સિંહ રાશિ: આ રાશિથી આઠમા (આયુ અને સંકટ) ભાવમાં વિષ યોગ બની રહ્યો છે. વાહન ચલાવતી વખતે કે મુસાફરી દરમિયાન વિશેષ સાવધાની રાખવી. કોઈને પણ ઉધાર નાણાં આપવાનું ટાળવું, કારણ કે ધન ડૂબી જવાની પૂરી સંભાવના છે. આ ઉપરાંત, ગુપ્ત શત્રુઓ અને વિરોધીઓથી પણ સાવધ રહેવું.

કન્યા રાશિ: તમારી રાશિથી સાતમા (ભાગીદારી અને જીવનસાથી) ભાવમાં આ યુતિ સર્જાઈ રહી છે. જીવનસાથી સાથે અકારણ ચર્ચા કે વૈચારિક મતભેદ થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર્સ સાથે પારદર્શિતા જાળવવી, નહીં તો નાની ગેરસમજ પણ મોટા નુકસાનનું કારણ બની શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે શાંતિથી કામ લેવું.

ધન રાશિ: આ અશુભ યોગ તમારી રાશિના ચોથા (સુખ અને માતા) ભાવમાં બનવા જઈ રહ્યો છે. માતાજીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. ઘર-પરિવારનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ બની શકે છે અને સંપત્તિને લગતો વિવાદ પણ ઊભો થઈ શકે છે. નોકરી કરતા જાતકોએ કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓના રોષનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિ: આ વિષ યોગ તમારી પોતાની જ રાશિ એટલે કે પ્રથમ (લગ્ન) ભાવમાં બની રહ્યો છે. અજાણ્યો ભય, માનસિક અસમંજસ અને બેચેની પ્રભાવી રહી શકે છે. સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી, માથાનો દુખાવો કે અનિંદ્રાની સમસ્યા સતાવી શકે છે. કોઈપણ પ્રકારના મોટા નાણાકીય નિર્ણયો કે રોકાણને હાલ પૂરતા ટાળી દેવા હિતાવહ છે.

વિષ યોગના અશુભ પ્રભાવથી બચવાના સરળ ઉપાયો

  • વિષ યોગની અસર ઓછી કરવા માટે શિવલિંગ પર કાચું દૂધ, જળ અને કાળા તલ અર્પણ કરવા. ભગવાન શિવે પોતે વિષ ધારણ કર્યું હતું, તેથી તેમની પૂજાથી આ યોગની અસર નિષ્ફળ થઈ જાય છે.
  • હનુમાનજીની ઉપાસના કરવાથી શનિદેવના દુષ્પ્રભાવો તુરંત શાંત થાય છે.
  • સરસવના તેલમાં પોતાનું મોં જોઈને તે તેલ અને એક સિક્કો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું.
  • 'ૐ નમઃ શિવાય' અને "ૐ શં શનૈશ્ચરાય નમ:' મંત્રોનો 108 વાર જાપ કરવો.