Astro

ઘરમાં આ દિશામાં તુલસી રાખી તો ફાયદાના બદલે થશે નુકસાન! વાસ્તુ મુજબ જાણી લો સાચી જગ્યા

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ અત્યંત પવિત્ર મનાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં તુલસીની યોગ્ય સ્થાપના સકારાત્મકતા લાવે છે. તુલસીને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવી, કારણ કે તે પિતૃઓ સાથે સંકળાયેલી છે. તેના બદલે, ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશા સૌથી શુભ છે. તુલસીને અંધારામાં કે ગંદી જગ્યાએ ન રાખવી. તેને કૂંડામાં ઉગાડવી વધુ શુભ ગણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરમાં આ દિશામાં તુલસી રાખી તો ફાયદાના બદલે થશે નુકસાન! વાસ્તુ મુજબ જાણી લો સાચી જગ્યા
IMAGE - ENVATO

Tulsi Vastu Tips: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ ગણવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં નિયમિતપણે તુલસીની પૂજા-અર્ચના થાય છે, ત્યાં હમેશાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને પરિવાર પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીને શુભતા અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. યોગ્ય જગ્યાએ તુલસીનો છોડ રાખવાથી ઘરનું વાતાવરણ સુખદ બને છે, પરંતુ ખોટી જગ્યાએ રાખવાથી તેનો શુભ પ્રભાવ મળતો નથી.

કઈ દિશામાં તુલસી રાખવાથી બચવું જોઈએ?

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ. આ દિશાનો સંબંધ પિતૃઓ અને યમરાજ સાથે માનવામાં આવે છે. તેના બદલે, તુલસીના છોડ માટે ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ સૌથી શુભ માનવામાં આવે છે.

અંધારામાં ન રાખો: તુલસીના છોડને હંમેશાં એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં પૂરતી રોશની અને સૂર્યના કિરણો આવતા હોય. ઘરના અંધારા કે બંધ ખૂણામાં તેને રાખવાનું ટાળવું જોઈએ.

આસપાસ ચોખ્ખાઈ રાખો: તુલસીના છોડની આસપાસ હંમેશાં સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. તેની આસપાસ જૂતાં-ચંપલ, વપરાયેલા કપડાં, કચરો કે સાવરણી જેવી ચીજો રાખવાથી દૂર રહેવું જોઈએ.

સીધા જમીનમાં રોપવાનું ટાળો: વાસ્તુના નિયમ અનુસાર, તુલસીને સીધી જમીનમાં રોપવા કરતાં કૂંડામાં ઉગાડવી વધુ શુભ માનવામાં આવે છે. ઘરના આંગણા કે ખુલ્લા સ્થાને પણ તુલસી માટે અલગ કૂંડાનો ઉપયોગ કરવો હિતાવહ છે.