Astro

શિવમંદિર અને અષ્ટાંગ યોગનો સંબંધ, 8 મૂર્તિઓ પાછળ છુપાયેલું છે મોક્ષનું મોટું રહસ્ય!

By GS Team
6 Aug 20265 mins read
TukuTouch Logo
શિવમંદિરમાં 8 મૂર્તિઓ હોય છે, જેમાં કપાલિક, ભૈરવ, નંદી, હનુમાનજી, કાચબો, ગણપતિ, પાર્વતી અને શિવલિંગનો સમાવેશ થાય છે. આ મૂર્તિઓ અષ્ટાંગ યોગના 8 અંગો – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું પ્રતિક છે. આ રીતે, શિવમંદિર અષ્ટાંગ યોગના માર્ગને દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિવમંદિર અને અષ્ટાંગ યોગનો સંબંધ, 8 મૂર્તિઓ પાછળ છુપાયેલું છે મોક્ષનું મોટું રહસ્ય!

Shiv Temple Ashtanga Yoga: શિવજીનાં મંદિરમાં આઠ મૂર્તિઓ હોય છે. 1) કપાલિક 2) ભૈરવ 3) નંદી 4) હનુમાનજી 5) કચ્છપ (કાચબો) 6) ગણપતિ 7) પાર્વતી અને 8) શિવલિંગ.

અષ્ટાંગ યોગ : રાજયોગમાં આઠ અંગો છે. 1) યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયામ 5) પ્રત્યાહાર 6) ધારણા 7) ધ્યાન અને 8) સમાધિ.

1) પ્રાચીન સમયમાં શિવમંદિરની બહાર કપાલિકની મૂર્તિ હોય છે. કપાલિકના હાથમાં તલવાર હોય છે. કપાલિકની આ તલવાર દ્વારા શિવની ઉપાસનામાં બાધા રૂપ તત્ત્વોને અર્થાત માનવ ચિત્તની મર્યાદાઓને કાપી નાખે છે.

અષ્ટાંગયોગમાં આ કાર્ય યમ દ્વારા થાય છે. યમ પાંચ છે- સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અને અપરિગ્રહ- અસત્ય, હિંસાવૃત્તિ, ભોગ વાસના, ચૌર્યવૃત્તિ અને સંગ્રહવૃત્તિ. આ પાંચ બંધન છે તે પાશ છે. અને તેથી અધ્યાત્મ પથમાં બાધાકારક છે. યમ-પાંચ પાલન દ્વારા સાધક આ બંધનોને કાપી નાખે છે અને તેથી યોગનાં અભ્યાસમાં સરળતાથી આગળ વધે છે. આ સત્ય શિવ મંદિરમાં કપાલિકના પ્રતીક દ્વારા સૂચિત થાય છે. કપાલિકની જેમ ક્ષામ અને યમની જેમ કપાલિકા અધ્યાત્મમાર્ગીનાં શિવના ઉપાસકોનાં બંધનો છેદી નાખે છે.

2) શિવમંદિરમાં કપાલિકની સાથે ભૈરવની મૂર્તિ પણ હોય છે. ભૈરવ શિવમંદિરનાં રક્ષક ગણાય છે. વારાણસીનાં પ્રધાન દેવ કાશીવિશ્વનાથ છે અને કાળભૈરવ વારાણસીનાં કોટવાળ અર્થાત રક્ષક દેવ છે. કૂતરો ભૈરવનું વાહન ગણાય છે. કૂતરો રક્ષાનું પ્રતીક છે.

યોગમાં દ્વિતીય સોપાન નિયમ છે. નિયમ દ્વારા જ યોગ સાધનની રક્ષા થાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પાંચ નિયમો દ્વારા સાધકની યોગ સાધનાની રક્ષા થાય છે. તેમની રક્ષાથી રક્ષિત સાધક સમાધિ અને કેવલ્ય સુધી પહોંચી શકે છે.

ભૈરવ શિવમંદિરના રક્ષક દેવ છે, કોટવાળ છે, ભૈરવ શિવમંદિરની અને શિવ ઉપાસકની તેની શિવ-ઉપાસનાની રક્ષા કરે છે. શિવ-મંદિરમાં જે સ્થાન ભૈરવનું છે. તે જ સ્થાન અષ્ટાંગયોગમાં નિયમનું છે. ભૈરવ દ્વારા નિયમ અને નિયમ દ્વારા ભૈરવ સૂચિત થાય છે. ભૈરવ અને નિયમ શિવ-ઉપાસના અને યોગ સાધનાની રક્ષા કરે છે.

3) શિવ મંદિરમાં ત્રીજી મૂર્તિ છે 'નંદી'ની છે. અષ્ટાંગયોગમાં આસન એ તેનું ત્રીજુ અંગ છે. નંદી-આસિન છે. અર્થાત તે પગવાળીને બેઠેલો છે અને આજ્ઞાંકિત છે. નંદીની આ અવસ્થા અને તે રીતે નંદીની મૂર્તિ દ્વારા યોગનું ત્રીજુ અંગ આસન છે જે સૂચિત થાય છે. નંદીનું મુખ શિવ તરફ જ હોય છે. તેના દ્વારા એમ સૂચિત થાય છે કે આસન સમાધિ અને કૈવલ્ય પ્રાપ્તિ માટે ધારણ કરવાનું છે. આસન અને નંદીનું મુખ સમાધિ અને શિવ તરફ છે.

4) શિવમંદિરમાં ચોથી મૂર્તિ હનુમાનજી છે. હનુમાન વાયુ પુત્ર છે. અષ્ટાંગ યોગમાં ચોથું આસન-અંગ પ્રાણાયામ છે. પ્રાણાયામ વાયુના નિયંત્રણ દ્વારા પણ જપ સાધના છે. હનુમાનજીની મૂર્તિ દ્વારા યોગનું ચોથું અંગ પ્રાણાયામ છે. તે સૂચિત થાય છે. આપણાં શરીરમાં રહેલા પ્રાણ તત્ત્વનાં દેવ-અધિષ્ઠાતા હનુમાનજી છે. શિવ મંદિરમાં જે સ્થાન હનુમાનજીનું છે. તે જ સ્થાન અષ્ટાંગયોગમાં પ્રાણાયામનું છે. પ્રાણાયામ વાયુના નિયંત્રણ સાથે ગાઢ રીતે સંકળાયેલી યોગ સાધના છે. અને હનુમાનજી તો વાયુ પુત્ર છે. આમ હનુમાનજી અને પ્રાણાયામનો અન્યોન્ય સંબંધ સ્પષ્ટ છે.

5) શિવમંદિરની પાંચમી મૂર્તિ કચ્છપ. કચ્છપ એટલે કાચબો. અષ્ટાંગયોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. ઇન્દ્રિયો વિષયોમાંથી પાછી હઠાવી પોતાના ગોલકમાં પાછી ફેરે તે પ્રત્યાહાર છે. આવી જ ઘટના કાચબાના વ્યવહારમાં પણ જોવા મળે છે. કાચબો પોતાના અંગોને અંદર સંકોચી લે છે. કાચબો આ રીતે પ્રત્યાહાર નથી ઘટનાથી અંગોને સંકોચી લેવાની જે ક્રિયા કરે છે તે તેનું પ્રતીક છે.

આમ શિવમંદિરમાં જે કાચબો છે. તે જ અષ્ટાંગ યોગમાં પ્રત્યાહાર છે. કાચબાની મૂર્તિ દ્વારા પ્રત્યાહાર અને પ્રત્યાહાર દ્વારા કાચબાની મૂર્તિ સૂચિત થાય છે.

6) શિવ મંદિરની છઠ્ઠી મૂર્તિ ગણપતિની છે. અષ્ટાંગ યોગનું છઠ્ઠું આસન ધારણા છે. ધારણા એટલે કોઈ વિષયમાં ચિત્ત (મન)નું એકાગ્ર થવું. ગણપતિની આંખો ઝીણી છે. અર્થાત્ એકાગ્ર થયેલી છે. આ રીતે ગણપતિની મૂર્તિ દ્વારા એકાગ્રતા અને એકાગ્રતા (ધારણા) દ્વારા ગણપતિ સૂચિત થાય છે. આમ શિવમંદિરમાં જે સ્થાન ગણપતિનું છે, તે સ્થાન અષ્ટાંગયોગમાં ધારણાનું છે.

7) શિવમંદિરમાંની સાતમી મૂર્તિ પાર્વતીજીની છે. અષ્ટાંગ યોગમાં સાતમું અંગ ધ્યાન છે. પાર્વતીજી શિવનું ધ્યાન કરે છે. એટલું જ નહિ પરંતુ પાર્વતીજી ઉપાસકને શિવની પ્રાપ્તિ કરાવે છે. શિવ સુધી દોરી જાય છે. તે જ રીતે ધ્યાન યોગીને સમાધિની પ્રાપ્તિ કરાવે છે. સમાધિ સુધી દોરી જાય છે. યોગિક સાધના પદ્ધતિ પ્રમાણે ધ્યાન જ વિકસીને સમાધિ તરફ લઇ જાય છે.

આમ પાર્વતીજી દ્વારા ધ્યાન અને ધ્યાન દ્વારા પાર્વતીજી સૂચિત થાય છે.

8) શિવ મંદિરમાં આઠમી મૂર્તિ શિવલિંગ છે. અષ્ટાંગ યોગનું આઠમું અને અંતિમ અંગ સમાધિ છે. શિવ મંદિરમાં શિવલિંગ પ્રધાનમૂર્તિ છે અને તે કેન્દ્રસ્થ તત્ત્વ છે. તે જ રીતે અષ્ટાંગ યોગમાં સમાધિ આખરી સોપાન અને કેન્દ્રસ્થ તત્ત્વ છે. ધ્યેય છે. તેથી જે સ્થાન શિવમંદિરમાં શિવલિંગનું છે, તે જ સ્થાન અષ્ટાંગ યોગમાં સમાધિનું છે. આમ, શિવલિંગ દ્વારા સમાધિ અને સમાધિ દ્વારા શિવલિંગ સૂચિત થાય છે.

આ રીતે જોઇ શકાય છે કે શિવમંદિર દ્વારા અષ્ટાંગયોગ અર્થાત્ શિવમંદિરની આઠ મૂર્તિ દ્વારા અષ્ટાંગયોગ (રાજયોગ)નાં આઠ અંગો સૂચિત થાય છે. (પુરાણકથા રહસ્ય) મહર્ષિ પતંજલિએ યમથી સમાધિ સુધી પહોંચવાના આઠ અંગો બતાવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર- ધારણા-ધ્યાન અને સમાધિ આ યોગનો માર્ગો યમથી શરૂ કરી સમાધિ સુધી પહોંચાડે છે.

યોગનું ફળ - જ્યારે બધી વૃત્તિઓનો નિરોધ થઇ જાય છે. ત્યારે સર્વદ્રષ્ટો ઇશ્વરના સ્વરૂપમાં આત્માની સ્થિતિ થાય છે. અર્થાત્ આ અવસ્થામાં જીવાત્મા સ્વયંને જાણે છે અને ઇશ્વરને જાણીને તેનો આનંદ પણ પ્રાપ્ત કરે છે. મનુષ્યોનાં કલ્યાણ માટે યોગ દર્શન છે. પતંજલિ મહર્ષિના યોગ પ્રણેતા છે. યોગના આદિ આચાર્ય હિરણ્યગર્ભને માનવામાં આવે છે. પતંજલિએ તેનું નિર્માણ કરેલ છે. આયુર્વેદમાં ચારેક વેદનાઓની નિવૃત્તિ માટે યોગનો સાધન તરીકે ગણેલ છે.

યોગેચ મોક્ષેચ વેદના નિગ્રહ

(ચરક) યોગની એક માર્ગદર્શક ગણવામાં આવે છે. ગીતાજીનાં અઢારમા અધ્યાય અર્જૂન વિષાદયોગથી શરૂ કરીને મોક્ષસંન્યાસ યોગ તરીકે યોગનું સ્થાન આપ્યું છે. ગીતાનાં ચોથા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યું છે કે

सर्वांगी इन्द्रिय कर्माणि,
प्राण कर्माणि चापरे।
आत्म संयम योगाग्नौ,
जुह्वति ज्ञानदीपिते ॥27॥

મન તથા ઇન્દ્રિયોના નિગ્રહ દ્વારા આત્મા-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઇન્દ્રિયો તથા પ્રાણવાયુના કાર્યોને સંયમિત એવા મન રુપી અગ્નિમાં આહુતિ તરીકે અર્પણ કરે છે.

  • ડૉ. ઉમાકાંત જે. જોશી