દિવાળી 2026: લક્ષ્મી પૂજનથી છલકાશે તિજોરી, તમારી રાશિ પ્રમાણે જાણો ઉપાય અને ચમત્કારી મંત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Diwali 2026 Zodiac Remedies: આ વર્ષે 8 નવેમ્બર 2026, રવિવારના રોજ દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. હિન્દુ પંચાગ અનુસાર કાર્તિક અમાસના દિવસે ઉજવાતા આ મહાપર્વ પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા છે કે દિવાળીની રાત્રે જ્યોતિષીય ઉપાયો કરવાથી ધન અને કારકિર્દીમાં પ્રગતિના નવા દ્વાર ખુલે છે. જ્યોતિષ આચાર્યના જણાવ્યા અનુસાર, તમામ 12 રાશિના જાતકો પોતાની રાશિ મુજબ નીચે મુજબના વિશેષ ઉપાયો અને મંત્રો દ્વારા મા લક્ષ્મીની કૃપા મેળવી શકે છે.
મેષથી કન્યા રાશિ માટેના ઉપાય અને મંત્રો
મેષ રાશિ: કારકિર્દીની ઊંચાઈઓ અને ધનલાભ માટે હનુમાનજી મંદિરમાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને માતા લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરો.
મંત્ર: "ॐ હ્રીં શ્રીં નમઃ"
વૃષભ રાશિ: આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીને સફેદ કમળનું ફૂલ ચઢાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો.
મંત્ર: "ॐ ઐમ શ્રીં નમઃ"
મિથુન રાશિ: કારકિર્દીની અડચણો દૂર કરવા ગણેશજીને દૂર્વા અને લીલી એલચી ચઢાવો, તેમજ જરૂરિયાતમંદને લીલી વસ્તુઓનું દાન કરો.
મંત્ર: "ॐ શ્રીં ક્લીં નમઃ"
કર્ક રાશિ: માનસિક શાંતિ અને ધન સંચય માટે ચાંદીના વાસણમાં કાચું દૂધ અને ચોખા ભરીને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો.
મંત્ર: "ॐ હ્રીં નમઃ"
સિંહ રાશિ: માન-સન્માન અને ઉચ્ચ પદ માટે સૂર્ય દેવને જળ અર્પણ કરો અને મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવી ગરીબોમાં મીઠાઈ વહેંચો.
મંત્ર: "ॐ હ્રીં સૂર્યાય નમઃ"
કન્યા રાશિ: વિશેષ સફળતા માટે કમળગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ કરો અને મંદિરમાં લીલા મગની દાળનું દાન કરો.
મંત્ર: "ॐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ"
તુલા રાશિ: આર્થિક સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીને અતર અને સફેદ મીઠાઈનો ભોગ ધરો, તેમજ ઉત્તર દિશાને સાફ રાખી ત્યાં દીવો પ્રગટાવો.
મંત્ર: "ॐ શ્રીં કમલે નમઃ"
વૃશ્ચિક રાશિ: કારકિર્દીના અવરોધો દૂર કરવા હનુમાન ચાલીસાનો પાઠ કરો અને માતા લક્ષ્મીને લાલ જાસૂદ (ગુડહલ)ના ફૂલ અર્પણ કરો.
મંત્ર: "ॐ હ્રીં ક્લીં નમઃ"
ધન રાશિ: કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે વિષ્ણુ મંદિરમાં પીળા વસ્ત્ર કે હળદરની ગાંઠનું દાન કરો અને પીપળાના ઝાડ નીચે દીવો કરો.
મંત્ર: "ॐ શં શનૈશ્ચરાય નમઃ"
મકર રાશિ: સ્થાયી સફળતા માટે કાળા શ્વાનને મીઠી રોટલી ખવડાવો અને શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો.
મંત્ર: "ॐ શ્રીં ક્લીં નમઃ"
કુંભ રાશિ: દેવામુક્તિ અને આવકના નવા સ્રોત માટે પીપળાને પાણી રેડો અને સાંજના સમયે ગરીબોને અન્નદાન કરો.
મંત્ર: "ॐ ઐમ શ્રીં નમઃ"
મીન રાશિ: વિશેષ કૃપા મેળવવા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેસરની ખીરનો ભોગ ધરો અને ગરીબોને પીળી વસ્તુઓનું દાન કરો.
મંત્ર: "ॐ શ્રીં પદ્માયૈ નમઃ"




