Gujarat

માલપુરના સોનીકપુર પાસે ડમ્પર અને રિક્ષા અથડાતા બે વ્યકિતનાં મોત

By GS Team
23 Nov 20211 min read
This article was originally published on 23 Nov 2021
માલપુરના સોનીકપુર પાસે ડમ્પર અને રિક્ષા અથડાતા બે વ્યકિતનાં મોત

મેઘરજ તા.22

મેઘરજના કંભરોડા ગામના વિજપડા પરીવારના છ સભ્યો લગ્ન પ્રસંગમાં જઇ પરત રિક્ષામાં આવતા હતા તે દરમિયાન સોનીકપુર નજીક  ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં વિજપડા પરીવારના બે સભ્યોનંુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય ચાર સભ્યોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.

તાલુકાના કંભરોડા ગામના વિજપડા લવજી હરી પોતાના કુટુંબી ભાવેશ રતિ વિજપડાની રિક્ષામાં પરીવાર અને સબંધીઓને લઇ લુણાવાડા લગ્ન પ્રસંગમાં ગયા હતા રવિવાર રાત્રે વિજપડા પરીવારના સભ્યો પ્રસંગમાં હાજરી આપી રિક્ષામાં પરત કંભરોડા આવી રહ્યા હતા તેવામાં માલપુરના સોનીકપુર ગામ નજીક ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ચાલક ભાવેશભાઇ રતિભાઇ વિજપડા,લવજીભાઇ હરીભાઇ વિજપડા,દેવલબેન લવજીભાઇ વિજપડા,અનિલભાઇ લવજીભાઇ વિજપડા,કાંહ્યાભાઇ ઉદાભાઇ વિજપડા અને કાંહ્યાભાઇ વિજપડા તમામ (રહે કંભરોડા તા.મેઘરજ) ને શરીરે ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ મારફતે માલપુરથી મોડાસા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં ભાવેશભાઇ રતિભાઇ વિજપડા (ઉ.વર્ષ.૨૫)નું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતંુ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોડાસાથી હિંમતનગરસિવિલ ખાતે ખસેડાયા હતા જ્યાં હિંમતનગરની સિવિલ ખાતે અનિલ લવજી વિજપડા (ઉ.વર્ષ.૧૩)નુ મોત નીપજ્યુ હતું. જ્યારે દેવલબેન લવજીભાઇ કાંહ્યાભાઇ ઉદાભાઇ અને નાનીબેન કાંહ્યાભાઇને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે ઘટના અંગે બિજલ શના વિજપડા (રહે.કંભરોડા)એ ડમ્પર ચાલક વિરૂધ્ધ માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.