Gujarat

અરવલ્લીમાં કોરોનાથી પૂર્વ નગર સેવક સહિત બે દર્દીના મોત : વધુ ચાર કેસ

By GS Team
29 Jun 20202 mins read
This article was originally published on 29 Jun 2020
અરવલ્લીમાં કોરોનાથી પૂર્વ નગર સેવક સહિત બે  દર્દીના  મોત : વધુ ચાર કેસ

મોડાસા,તા.28  જૂન, 2020, રવિવાર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી એકાએક કોરોના પોઝીટીવ કેસોનો આંક સતત કુદકે ને ભૂસકે વધી રહયો છે. જિલ્લામાં કોરોનાથી વધુ એક મોડાસા શહેરની મહિલા અને મોડાસા પાલિકાના પૂર્વ નગરસેવકનું કોરોનાથી મોત નીપજયા છે.જયારે રવિવારે કોરોના ના વધુ ૪ કેસ નોંધાતા જિલ્લાવાસીઓ ફફડી ઉઠયા છે.

મોડાસાના ૪૦ વર્ષિય યુવાન,૫૩ વર્ષિય પુરૂષ,૬૩ વર્ષિય મહિલા જયારે મેઘરજ ગામના ૫૦ વર્ષિય પુરૂષ નો કોરોના નો રીપોર્ટ પોઝીટીવ આવતાં કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.  જિલ્લામાં વધુ એક મોત થતાં કુલ મોત નો આંક ૧૯ થયો છે.જયારે કોરોના પોઝીટીવ કેસોનો આંક ૨૧૯ એ પહોંચ્યો છે.મોડાસામાં રોજેરોજ કોરોના પોઝીટીવ કેસોનો આંક વધી રહયો છે જે ચિંતાનો વિષય છે.આ રોગને નાથવા માટે આરોગ્ય તંત્ર હવાતીયા મારી રહયું છે.પણ કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર નિષ્ફળ રહેતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.શહેરમાં કુલ દર્દીઓનો આંક ૧૦૨ અને મરણ પામેલ દર્દીઓનો આંક ૧૪ દર્દી સુધી પહોંચ્યો હતો.આમ અરવલ્લી જિલ્લામાં વધુ એક મોડાસા શહેરનાજૈનબ પાર્કમાં રહેતા મદીનાબેન સુલેમાનભાઈ કાંકરોલીયા હિંમતનગર કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન શનિવારે રાત્રે મોત નીપજયું છે અને મોડાસા પાલિકાના પૂર્વ નગર સેવકનું અમદાવાદમાં સારવાર દરમિયાન કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ વધુ એક કોરોના થી મોત થતાં જિલ્લામાં મૃત્યુઆંક ૨૦ એ પહોંચ્યો છે.

જયારે રવિવારના રોજ કોરોના પોઝિટિવ ના વધુ ૪ કેસ નોંધાયા હતા.જેમાં મોડાસા શહેરમાં રહેતા ૪૦ વર્ષિય યુવાન,૫૩ વર્ષિય પુરૂષ અને ૬૩ વર્ષિય મહિલા તથા મેઘરજ ગામના ૫૦ વર્ષિય પુરૂષ નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આ ચારેય વ્યક્તિઓને કોવિડ હોસ્પિટલ મોડાસા ખાતે સારવાર અર્થે દાખલ કરાયા છે.આમ વધુ ૪ કેસ સાથે કોરોના પોઝીટીવ કેસનો આંક ૨૧૯ એ પહોંચ્યો છે.સતત વધી રહેલા કેસોથી જિલ્લાવાસીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.આમ લોકલ સંક્રમણ વધતા દિન પ્રતિદિન કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય તંત્રની ઉંઘ ઉડી ગઈ છે.સંક્રમણને રોકવા માટે  પ્રયત્નો આરોગ્ય તંત્ર કરી રહયું છે.પણ મોડાસા હાલ હોટસ્પોટ બન્યું હોય તેમ દરરોજ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં લોકો ફફડી ઉઠયા છે.