Gujarat

અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે જણા કોરોનાગ્રસ્ત : એક્ટિવ કેસ 46

By GS Team
18 Jan 20222 mins read
This article was originally published on 18 Jan 2022
અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે જણા કોરોનાગ્રસ્ત : એક્ટિવ કેસ 46

મોડાસા,તા. 17

અરવલ્લી જિલ્લામાં સોમવારના રોજ કોરોના પોજીટીવના વધુ બે કેસ નોંધાયા હતા.મોડાસા નગરની કોરલસીટી અને શિવાલય સોસાયટીમાં એક મહિલા અને પુરૂષ સંક્રમીત થતાં અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લામાં નવા વર્ષના પ્રારંભથી  છેલ્લા ૧૭ દિવસમાં કોરોના પોજીટીવ કેસનો આંક ૧૧૧ એ પહોંચ્યો છે. જેમાં ૫૦ દર્દી સ્વસ્થ થયા છે અને હાલ જિલ્લામાં ૪૬ એકટીવ કેસ રાજય આરોગ્ય વિભાગના રજીસ્ટ્રારે નોંધાયા હતા.

રાજયભરમાં કોરોનાનું સંક્રમણ જેટ ઝડપે વધી રહયુંછે,ઉત્તરાયણ પર્વે દાખવવામાં આવેલ ઘોર બેદરકારીઓને લઈ આગામી દિવસોમાં સંક્રમણનું સંકટ  વકરે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી પોજીટીવ કેસોમાં ઘટાડો રાહતરૂપ નીવડી રહયો છે. સોમવારના રોજ મોડાસા નગરની કોરલસીટી અને શિવાલય સોસાયટીમાં એક મહિલા અને એક પુરૂષમાં કોરોનાનું સંક્રમણ જણાતાંજ તાબડતોડ આ દર્દીઓનો ટેસ્ટ કરાયો હતો. અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લામાં ગત ૧૦ મી જાન્યુઆરીને સોમવારના રોજ સૌથી વધુ  ૨૧ કેસો નોંધાયા હતા. પરંતુ એ પછી જિલ્લામાં રોજબરોજ નોંધતાં પોજીટીવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં જિલ્લાવાસીઓમાં રાહત અનુભવાઈ હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૭ દિવસમાં કુલ નોંધાયેલ ૧૧૧ પોજીટીવ કેસો પૈકી ૫૦ દર્દી સ્વસ્થ થયા છે.અને હાલ જિલ્લામાં એકટીવ કેસ ૪૬ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું. ઉત્તરાયણ બાદ માંગલિક પ્રસંગોના મુહર્ત શરૂ થતાં હવે આગામી દિવસોમાં જિલ્લાભરમાં યોજાનાર લગ્ન પ્રસંગોમાં પ્રજા અને તંત્ર જરૂરી તકેદારી દાખવશે તો જિલ્લાવાસીઓને માથેથી કોરોના સંક્રમણનું સંકટ ટળશે એમ મનાઈ રહયું છે.