Gujarat

આજે થર્ટી ફસ્ટ : જિલ્લાની 10 ચેક પોસ્ટો ઉપર પોલીસનું વાહન ચેકિંગ

By GS Team
31 Dec 20212 mins read
This article was originally published on 31 Dec 2021
આજે થર્ટી ફસ્ટ : જિલ્લાની 10 ચેક પોસ્ટો ઉપર પોલીસનું વાહન ચેકિંગ

મોડાસા,તા. 30

આજે  વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ છે, કેટલાક લોકો દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ હોલટ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ કે કલબથી માંડી પ્રાઈવેટ પ્લોટમાં મોડી રાત્રી સુધી ઉજવણીઓ હાથ ધરાતી હોય છે. ત્યારે આ ઉજવણીઓ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બનવા પામે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લાની ૧૦ આંતર રાજય બોર્ડરો ઉપર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ બોર્ડરેથી પસાર થતાં વાહનોનું કડક ચેકીંગ હાથ ધરાશે અને નશીલા પદાર્થની હેરાફેરીને લઈ કડક પગલા ભરવામાં આવનાર છે.આજે વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ છે,આજે રાત્રે ૧૨ કલાકે નૂતન વર્ષ ૨૦૨૨ને આવકારવા જિલ્લામાં કેટલા સ્થળોએ યોજાનાર પાર્ટીઓ ઉપર પોલીસની બાજ નજર રહેશે.જોકે કોરોના સંક્રમણને લઈ આવી પાર્ટીઓ,ઉજવણી ઉપર રોક લગાવાઈ છે. પરંતુ પ્રાઈવેટ પ્લોટ, કલબ, હોટલો કે ફાર્મ હાઉસમાં તંત્રની જાણ બહાર યોજનાર આવી પાર્ટીઓને લઈ અરવલ્લી જિલ્લા પોલીસે કડક ચોકી પહેરો ગોઠવ્યો છે, અને જિલ્લાની આંતર રાજય બોર્ડરો રતનપુર, બોબીમાતા, ઉન્ડવા, કાલીયાકૂવા, રેલ્લાવાડા, ભાણમેર, રામપુરી અને બુધરાસણ સહિતની ચેકપોસ્ટો ઉપર વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષકની રાહબરીમાં ૨૫૨ પોલીસ જવાનોનો કડક પહેરો ગોઠવી બોર્ડરો ઉપર વાહન ચેકીંગ અને શંકાસ્પદ અવર જવરો સામે ચેકીંગ હાથ ધરાયું હતું.અને ઉજવણીના બ્હાને દારૂ ઢેંચી યુવતીઓની મશ્કરી કરનાર,ઝઘડા કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.