Gujarat

મેઘરજમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

By GS Team
1 Jan 20221 min read
This article was originally published on 1 Jan 2022
મેઘરજમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

મેઘરજ તા.31

મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી યુરીયા ખાતરની અછત ઉભી થવાના કારણે ખેડુતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રવી સીઝનના ટાણે

ખેડુતો ખેતી કામ પડતા મુકીને યુરીયા ખાતર લેવા સવારથી લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવુ પડતુ હોય છે અત્યારે રવી પાકમાં યુરીયા ખાતરની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તાલુકા મથકે ખાતરનો પુરતો જથ્થો નહીં હોવાથી ખેડૂતોને રઝળપાટ કરવાની નોબત આવી છે.

મેઘરજ તાલુકામાં ચોમાસુ વરસાદ સામાન્ય હોવાથી ખેડુતોને ચોમાસુ પાકમાં નુકસાન ગયુ હતું રવી સીઝનમાં સારો મોલ મળવાની અપેક્ષા સાથે તાલુકામાં ખેડુતોએ મોંઘા ભાવના ખાતર બિયારણો લાવી તાલુકામાં કુલ.૧૪.૦૦૦ હેક્ટર જમીનમાં ઘઉં, મકાઇ, રાયડા,ે ચણા, બટાકા સહિતના પાકોનંુ વાવેતર કર્યુ હતુ વાવેતરનંુ ઉત્પાદન વધારવા માટે અત્યારે યુરીયા ખાતરની જરૂરીયાત ઉભી થઇ છે પરંતુ મેઘરજ તાલુકા મથકે કેટલાક દિવસોથી પુરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાથી રોજ તાલુકા મથકે ખાતર ડેપો આગળ ખેડુતો ખાતર મેળવવા વહેલી સવારથી લાઇનો લાગે છે અને ખાતર મેળવવા મેઘરજ ખાતર ડેપો  ખાતે ખેડુતોને લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવુ પડેછે ત્યારે એક થેલી જેટલંુ ખાતર  મળે છે. જેથી પુરતો ખાતરનો જથ્થો ફાળવવાની ખેડૂતોએ માંગણી કરી છે.