Gujarat

કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે મહિલા ઘાયલ

By GS Team
15 Dec 20212 mins read
This article was originally published on 15 Dec 2021
કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત : બે મહિલા ઘાયલ

તલોદ.તા.14

 તલોદ તાલુકાના નવાવાસ પંથકમાં આજે અકસ્માતમાં સીમલીયા ગામના યુવાનનું ભારે ઈજાઓને કારણે કરૃણ મોત નિપજ્યું હતું .જ્યારે ૨ મહિલાઓ ને ભારે ઈજાઓ પહોંચી હતી .ઇજાગ્રસ્ત બંને મહિલાઓ હિંમતનગરમાં સારવાર મેળવી રહી છે.જીવલેણ અકસ્માત સર્જી નો વાહન ચાલક ઘટના સ્થળે થી ભાગી છૂટયો હતો .

મોડાસા- અમદાવાદ રાજ્ય ધોરી માર્ગ ઉપરના તલોદ તાલુકાના નવાવાસ ગામના મુખ્ય રોડ માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ આગળના ટાયર પંચરના ગલ્લા આગળ તાલુકાના સીમલીયા ગામના રહીશ સંજયસિંહ જાલમસિંહ ચૌહાણ..(ઉ. વ.આ.૨૮) નાઓ તેમના પત્ની પિન્કી બહેન અને સંબંધી ગીતાબહેન સાથે બાઇક લઇને ઊભા હતા ત્યારે અચાનક દોડી આવતી એક  કારની જોરદાર ટક્કર  લાગતા જ ત્રણે જણ રોડ પર પટકાઈ પડયા હતા. ઇજા થઇ હતી અને જે પૈકીના વધુ ગંભીર ઈજાઓને ભોગ બનેલા યુવાન સંજયસિંહનું મોત નિપજ્યું હતું . જ્યારે પિન્કી બહેન અને ગીતા બહેનને શરીરના ભાગે ભારે ઈજાઓ પહોંચી હતી .જેઓને તત્કાળ તલોદ અને ત્યાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

  ઘટનાની જાણ થતાં સીમલીયા સરપંચ તથા નવાવાસ સરપંચ ,પોલીસ અને લોક ટોળાં ઘટના સ્થળે ધસી ગયા હતા.પોલીસે સંજય સિંહના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની વિધિ હાથ ધરીને આરોપી કારના ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

સીમલીયા ગામના જુવાનજોધ સંજયસિંહના અણધાર્યા થયેલા આકસ્મિક મોતને પગલે પંથક માં ભારે વ્યથા ની લાગણી ઉદભવી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સેવરોલેટ કાર ની અતિ ભારે ગતિ ને કારણે કારની ટક્કર પેટ્રોલ પંપ ના પ્રવેશ દ્વાર ની પાક્કી દીવાલ ને લગતા દીવાલ નો કેટલોક ભાગ કાટમાળ માં ફરી વળ્યો હતો . કાર ચાલક ની ગફલત અને બેદરકારી ને કારણે કાર ના સ્ટિયરિંગ પરનો કાબૂ તેણે ગુમાવી દેતા આ જીવલેણ ઘટના બની હતી . કાર ને પણ આ ટકરાવ માં નોંધપાત્ર નુકશાન થવા પામેલ છે .જેના ચાલક નો આબાદ બચાવ થતાં તે ઘટના સ્થળે જેતે સ્થિતિ માં ગાડી છોડી ભાગી છૂટયો હતો .

સંજય સિંહ કોઈક કામ સર બાઈક લઈને તેની પત્ની તથા સંબંધી મહિલા સાથે બહારગામ જવા નીકળ્યો હતો.જે નવાવાસ પંપ આગળ ટાયર પંચર ના ગલ્લા આગળ ઉભોજ હતો...ત્યાં જાણેકે તેના મોતનું સરનામું શોધતું મોત  થયું હતું. મૃતકના ભાઈ રજુસિંહ જાલમસિંહ ચૌહાણની ફરિયાદ આધારે તલોદ પોલીસે તપાસ જારી રાખેલ છે.