Gujarat

મોડાસામાં ધોરણ-11ની છાત્રાને કોરાના 4 દિવસમાં ૫ાંચ પોઝિટિવના કેસ નોંધાયા

By GS Team
5 Jan 20223 mins read
This article was originally published on 5 Jan 2022
મોડાસામાં ધોરણ-11ની છાત્રાને  કોરાના 4 દિવસમાં  ૫ાંચ પોઝિટિવના  કેસ નોંધાયા

મોડાસા,તા. 4

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેની એક હાઈસ્કુલના ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી સાતરડા ગામની છાત્રાને કોરોનાની અસર જણાતાં જરૂરી પરીક્ષણ હાથ ધરાયું હતું.અને આ ૧૬ વર્ષિય છાત્રાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ પોજીટીવ જણાતાં જ તાબડતોડ મોડાસા ખાતેની કોવીડ-૧૯ હોસ્પિટલટમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

 જયારે નગરની જલવિહાર અને અંકુર સોસાયટીમાં પણ બે વ્યક્તિઓને કોરોનાના લક્ષણો જણાયા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. જિલ્લામાં છેલ્લા ૪ દિવસમાં જ કોરોનાના ૫ પોજીટીવ કેસ નોંધાતાં અને ધીમે પગલે જિલ્લામાં વકરતા જતાં કોરોના સંક્રમણને લઈ જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.જયારે તંત્ર દ્વારા તકેદારીના પગલા ભરાય તેવી માંગ ઉઠી હતી.

વિશ્વભરમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોનની વ્યાપક અસરો વચ્ચે હવે કોરોનાના કેસોમાં જેટ ઝડપે વધારો થઈ રહયો છે. મહાસત્તાઓને  પણ હચમચાવી નાખનાર આ વાયરસનું સંક્રમણ નાથવા તંત્ર પાંગળુ પુરવાર થઈ રહયું છે અને તંત્ર દ્વારા ઠેર ઠેર યોજાતી ઉજવણીઓ,રોડ શો,રેલીઓ અને સરપંચ સંમેલનો ઉપર કોઈ રોક નહી ફરમાવાતાં પ્રજા ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા હાઇસ્કુલના ધોરણ-૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરતી છાત્રાને કોરોનાના લક્ષણો વર્તાતાં પરીવાર દ્વારા આ વિદ્યાર્થીનીને ખાનગી હોસ્પિટલમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાયો હતો.આ ૧૬ વર્ષિય છાત્રાનો રેપીડ ટેસ્ટ પોઝીટીવ જણાતાં જ તાબડતોડ આ છાત્રાને મોડાસા ખાતેની કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને જરૂરી સારવાર હાથ ધરાઈ હતી. જોકે આ છાત્રા છેલ્લા કેટલાક દિવસથી બીમાર હોવાનું અને શાળાએ જ નહી આવતી હોવાનું મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહ દ્વારા જણાવાયું હતું. છાત્રામાં કોરોના પોજીટીવ આવતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોડાસા હાઈસ્કુલને જરૂરી તાકીદ કરી એસઓપીનું પાલન કરવા ફરમાન કરાયું હતું. મંગળવારના રોજ મોડાસા નગરની જલવિહાર સોસાયટીમાં એક પુરૂષ અને અંકુર સોસાયટીમાં મહેમાનગતીએ આવેલ એક મહિલા કોરોના સંક્રમિત થતાં જરૂરી પરીક્ષણ હાથ ધરાયું હતું.

આ બંને દર્દીનો રેપીડ પોજીટીવ જણાઈ આવતાં જ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર સાતરડાથી માંડી જલવિહાર અને અંકુર સોસાયટીમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે અંકુર સોસયાટીમાં મહેમાનગતીએ આવેલ અમદાવાદ પરત ફરી હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું હતું.

 જિલ્લામાં છેલ્લા ૪ દિવસમાં બે છાત્રો સહિત કોરોના પોજીટીવના ૫ કેસ નોંધાતાં વાલીઓ,વિદ્યાર્થીઓ અને જિલ્લાવાસીઓમાં ફફડટા વ્યાપ્યો છે. અને પ્રજાજનોના વિશાળ હિતમાં જિલ્લામાં જાહેર કાર્યક્રમો,સંમેલનો,ઉજવણીઓ ઉપર રોક લગાવાય,રાજકીય પક્ષોના સંમેલનો,યાત્રાઓ સહિતની ટોળાબંધી પ્રતિબંધીત કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ વર્તાઈ રહી છે.

શાળા મંડળને જરૂરી એસઓપી પાલન કરવાની પુનઃ તાકીદ કરાઈ

છેલ્લા કેટલાક સમયથી રાજયની શાળા,કોલેજોમાં શરૂ કરાયેલ ઓફ લાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યું છે. અરવલ્લી જિલ્લામાં પણ નવા વર્ષની શરૂઆતના ૪ દિવીસમાં બે છાત્રો કોરોનાગ્રસ્ત થયા છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરાતાં નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે આ  છાત્રાની ઓનલાઈન હાજરી ચેક કરાવાઈ હતી. આ કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીની શાળામાં કેટલાય સમયથી ગેરહાજર હતી.તેથી અન્યના સંપર્ક પ્રશ્ન નથી છતાં શાળામાં જરૂરી એસઓપી પાલન કરવા તાકીદ કરાઈ છે.

કોરોના ગ્રસ્ત છાત્રા ટાઈફોઈડની બીમારથી પીડાઈ રહી હતી

મોડાસા હાઈસ્કુલની છાત્રાનો કોરોના રેપીડ ટેસ્ટ પોજીટીવ આવતાં શાળાના પ્રિન્સીપાલનો સંપર્ક કરાયો હતો.જેમાં આ છાત્રા છેલ્લા ૧૨ દિવસથી શાળા એજ આવતી ન હોવાનું અને એકમ કસોટી દરમ્યાન આ છાતરાના વાલીનો સંપર્ક કરાતાં આ વિદ્યાર્થીની છેલ્લા કેટલાય દિવસથી ટાઈફોઈડ ગ્રસ્ત હોઈ હોસ્પિટલમાં દાનખલ કરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું.