મોડાસામાં કોરોનાના નવ સહિત જિલ્લામાં 16 પોઝિટિવ કેસ નોંધાયા

મોડાસા,તા. 21
કોરોનાની ત્રીજી લહેરમાં અરવલ્લી જિલ્લામાં સંક્રમણ વધ્યુ છે.
આજે મોડાસા તાલુકામાં કોરોનાના નવ સહિત જિલ્લામાં ૧૬ કેસ નોંધાયા છે. જિલ્લાાં ૬૦ એકિટવ
કેસ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૬૭ પૈકી ૧૦૬ દર્દીઓ સાજા થયા છે.
અરવલ્લી જિલ્લામાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.
એક તરફ લગ્નસરાની સીઝન,દ્યાર્મિક
અને રાજકીય કાર્યક્રમો,ઉજવણીઓના
દૌર વચ્ચે વધતા જતાં પોઝિટિવ કેસોથી જિલ્લાવાસીઓ ફફઠી ઉઠયા છે. ગુરૃવારના રોજ જિલ્લામાં
વધુ ૧૬ જણા કોરોના ગ્રસ્ત થયા હતા.જેમાં મોડાસા નગરમાં જ ૯ કેસ નોંધાયા હતા. અરવલ્લી
જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા આ મહામારીને નાથવા જુદી જુદી ૧૮૬ ટીમો દ્વારા
૮૪૫૯ ઘરોમાં ૫૩૯૨૨ વ્યક્તિઓનું આરોગ્ય વિષયક સર્વે હાથ ધરાયું હતું.શુક્રવારના રોજ
આરોગ્ય વિભાગ દ્વારા ૧૬૧૮ વ્યક્તિઓનો આરટીપીસીઆર અને ૨૫ વ્યક્તિઓના રેપીડ અન્ટીજન ટેસ્ટ
કરાયા હતા. જિલ્લામાં ત્રીજી લહેરના આરંભે છેલ્લા ૨૧ દિવસોમાં જ કુલ ૧૬૭ પોજીટીવ કેસ
નોંધાયા છે.,જેમાં અગાઉ
શરૃઆતામ દિવસોમાં બાયડ ખાતે એક મહિલાનું સંક્રમણ દરમ્યાન મોત નીપજયું હતું. હાલ જિલ્લામાં
કુલ ૬૦ એકટીવ કેસ સામે ૧૦૬ દર્દી જરૃરી સારવાર બાદ સ્વસ્થ થયા હોવાનું સૂત્રો દ્વારા
જણાવાયુું હતું.




