Gujarat
અરવલ્લીમાં સરપંચ પદે 416 અને વોર્ડ સભ્ય પદે 1368 ઉમેદવારી ફોર્મ રજૂ થયા
By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021

મોડાસા,તા. 3
અરવલ્લી જિલ્લાની ૨૩૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની ૧૯૬ અને
વોર્ડ સભ્યોની ૧૭૫૦ બેઠકો માટે યોજાનાર ચૂંટણીનો ધમધમાટ વર્તાઈ રહયો છે. આ
ચૂંટણીમાં શુક્રવારના રોજ સરપંચ પદે ૪૧૬ અને વોર્ડ સભ્ય પદે ૧૩૬૮ ઉમેદવારોએ
ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. આમ
ઉમેદવારી કરવાના પાંચ દિવસમાં જ સરપંચ પદે ૭૨૩ અને વોર્ડ સભ્ય પદ માટે ૨૦૭૭
ઉમેદવારો નોંધાયા છે. હવે આજે ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે,ત્યારે
જિલ્લાના ૬૮ ચૂંટણી અધિકારીઓની કચેરીઓ ઉમેદવારો અને તેમના ટેકેદારોથી ઉભરાશે એમ
મનાઈ રહયું છે.




