Amreli

ખીજડિયા-અમરેલી વચ્ચે 16.76 કિ.મી. બ્રોડગેજ લાઇનનું કામ ચાલુ: હવે અમદાવાદ-સુરત-મુંબઈ સુધી કનેક્ટિવિટી વધશે

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લાને અમદાવાદ, સુરત અને મ ુંબઈ સાથે જોડવા માટે ખીજડિયા-અમરેલી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. 16.76 કિ.મી. લાંબી આ લાઇન માટે કેન્દ્ર સરકારે 178.07 કરોડ મંજૂર કર્યા છે. 12 માર્ચ, 2024ના રોજ ખાતમુહૂર્ત બાદ ટ્રેક નાખવા અને વિદ્યુતીકરણ સહિતની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી લાંબા અંતરની ટ્રેનો દોડાવી શકાશે અને અમરેલી સ્ટેશનનો પણ પુનર્વિકાસ થશે, જેનો લાભ સ્થાનિક પેસેન્જરોને મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખીજડિયા-અમરેલી વચ્ચે 16.76 કિ.મી. બ્રોડગેજ લાઇનનું કામ ચાલુ: હવે અમદાવાદ-સુરત-મુંબઈ સુધી કનેક્ટિવિટી વધશે

Amreli Railway Project: અમરેલી જિલ્લાના પેસેન્જરોને અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મોટા શહેરો સાથે રેલવે કનેક્ટિવિટી મળી રહે તે દિશામાં ખીજડિયા-અમરેલી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. અગાઉ આ રૂટ પર મીટરગેજ લાઇન હતી, જેને હવે 16.76 કિ.મી. લાંબી બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે 178.07 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બ્રોડગેજ લાઇનનું નિર્માણ અને વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ અમરેલીથી લાંબા અંતરની ટ્રેનો દોડાવવાની શક્યતાઓ વધશે. તેનાથી સ્થાનિક પેસેન્જરોને અન્ય શહેરોમાં જવા માટે વધુ સારી રેલવે સુવિધા મળી શકશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 12મી માર્ચ, 2024ના રોજ કરવામાં આવ્યું હતું. હાલમાં ટ્રેક નાખવા, સિવિલ વર્ક અને વિદ્યુતીકરણ સહિતની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ, સુરત અને મુંબઈ સુધી કનેક્ટિવિટીનો માર્ગ ખુલશે

  • ખીજડિયા જંક્શન બ્રોડગેજ નેટવર્ક સાથે જોડાતાં અમરેલીના પેસેન્જરો માટે બોટાદ અને ઢોળા થઈને અમદાવાદ, ભાવનગર, સુરત અને મુંબઈ જેવા શહેરો સુધી રેલવે કનેક્ટિવિટી મળશે.
  • બ્રોડગેજ અને વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થયા બાદ અમરેલીથી લાંબા અંતરની ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવી શકાશે.

178 કરોડથી વધુના ખર્ચે 16.76 કિ.મી.નું કામ

ખીજડિયા-અમરેલી વચ્ચેની 16.76 કિમી લાંબી મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે 178.07 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક, સિવિલ વર્ક અને વિદ્યુતીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

ગીરના સિંહોની સુરક્ષા પણ મહત્ત્વનો મુદ્દો

આ પ્રોજેક્ટ ગીરના સિંહોની અવરજવર ધરાવતા સંવેદનશીલ વિસ્તારની નજીક હોવાથી વન્યજીવોની સુરક્ષાનો મુદ્દો પણ મહત્ત્વનો છે. રેલવે લાઇનના નિર્માણ દરમિયાન વન વિભાગ અને રેલવે વચ્ચે સંકલન તથા જરૂરી સાવચેતી રાખવાની બાબત મહત્ત્વપૂર્ણ છે. જમીન સંપાદન સંબંધિત કેટલીક પ્રક્રિયાઓ ફરી હાથ ધરવામાં આવતાં કામની ગતિ પર પણ અસર પડી હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમરેલી સ્ટેશનનો પણ પુનર્વિકાસ

બ્રોડગેજ લાઇનના પ્રોજેક્ટની સાથે અમરેલી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. સ્ટેશનની સુવિધાઓમાં સુધારો અને બ્રોડગેજ કનેક્ટિવિટીનો વિકાસ બંને પૂર્ણ થયા બાદ સ્થાનિક પેસેન્જરોને વધુ સારી રેલવે સુવિધાઓ મળવાની આશા છે.

DRMએ નિર્માણ કાર્યનું સંરક્ષા નિરીક્ષણ કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ 23 ઑક્ટોબર, 2026ના રોજ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કર્યું હતું. તેમણે રેલવે અંડર બ્રિજ (RUB), પુલો, સમપાર ફાટકો, વળાંકો, ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને પૉઇન્ટ્સનું નિરીક્ષણ કરીને નિર્માણ કાર્યની પ્રગતિ, ગુણવત્તા તથા સંરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અમરેલી રેલવે સ્ટેશન પર પેસેન્જરોને મળતી સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

પેસેન્જરોને થનાર ફાયદો

•અમરેલીથી બ્રોડગેજ રેલવે નેટવર્ક સાથે કનેક્ટિવિટી વધશે.
•અમદાવાદ, ભાવનગર, સુરત અને મુંબઈ જેવા શહેરો સુધી રેલવે જોડાણ શક્ય બનશે.
•લાંબા અંતરની ટ્રેનો દોડાવવા માટે માળખાકીય સુવિધા વિકસશે.
•અમરેલી રેલવે સ્ટેશનના પુનર્વિકાસથી પેસેન્જરોને વધુ સારી સુવિધાઓ મળશે.