Amreli

અમરેલી: બાબરામાં બોથડ પદાર્થ મારેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો, લાઠીમાં તળાવમાં ડૂબતા બે કિશોરોને બચાવવા જતાં યુવકે જીવ ગુમાવ્યો

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલીના બાબરાની ખોજા શેરીમાં એક મહિલાનો બોથડ પદાર્થ મારેલો મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસમાં પતિ-પત્નીના ઝઘડા બાદ પતિએ ધોલેરામાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું. બીજી તરફ, લાઠીના દુધાળા નજીક તળાવમાં ડૂબતા 2 કિશોરોને બચાવવા જતાં 37 વર્ષીય ભાવેશ ડોડીયાનું મોત થયું. પોલીસે બંને ઘટનામાં તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: બાબરામાં બોથડ પદાર્થ મારેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો, લાઠીમાં તળાવમાં ડૂબતા બે કિશોરોને બચાવવા જતાં યુવકે જીવ ગુમાવ્યો

Amreli Crime and Drowns Incident: અમરેલીના બાબરામાં બોથડ પદાર્થ મારેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ, લાઠીના દુધાળા નજીક તળાવમાં ડૂબતા બે કિશોરોને બચાવવા જતાં ગૌશાળામાં વેલ્ડિંગ કામ કરતા યુવકે જીવ ગુમાવ્યો હતો. બંને કેસમાં પોલીસે મૃતદેહોને પી.એમ. અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાબરામાં બોથડ પદાર્થ મારેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

બાબરાના ખોજા શેરીના રહેણાંક મકાનમાં બોથડ પદાર્થ મારેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પતિ-પત્ની વચ્ચો ઝઘડો મહિલાનું મૃત્યુંનું કારણ બન્યું હોવાનું જણાય છે. બીજી તરફ, મૃતક મહિલાના પતિએ ધોલેરા ખાતે આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસ તપાસમાં માહિતી મળી છે. સમગ્ર મામલે બાબરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને મૃતક મહિલાના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકનો પરિવાર હિરાના વ્યવસાય અર્થે બાબરા રહેતો હોવાનું જણાય છે.

ડૂબી રહેલા બે કિશોરોને બચાવવા જતાં યુવકનું મોત

લાઠીના દુધાળા નજીક તળાવમાં નહાવા પડેલા બે કિશોરો ડૂબ્યા હતા. આ દરમિયાન કિશોરોને ડૂબતા જોતાની સાથે એક યુવકે તેઓને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું. ડૂબવાની ઘટનાને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને અન્ય લોકો દ્વારા પણ બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં બંને કિશોરોને સહિસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ બચાવવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મૃતક યુવક ગૌશાળામાં વેલ્ડિંગ કામ કરતો હતો.

દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકનું નામ ભાવેશ હિંમત ડોડીયા (ઉં.વ.37) હોવાનું જણાય છે. પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે લાઠી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.