Amreli

રૂા.635 કરોડના SD Pay કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઓરંગાબાદથી પકડાયો

By GS Team
23 Sep 20263 mins read
TukuTouch Logo
અમરેલી અને વડોદરા પોલીસે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 635 કરોડના SD Pay એપ ફ્રોડના મુખ્ય સૂત્રધાર નારાયણ કાંગને ઝડપી પાડ્યો છે. આ આરોપી ઔરંગાબાદ બેસીને બોગસ ઇન્વેસ્ટમેન્ટ એપનું નેટવર્ક ચલાવતો હતો. ગુજરાત સહિત દેશભરના 15 લાખથી વધુ લોકો સાથે તેણે છેતરપિંડી આચરી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂા.635 કરોડના SD Pay કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઓરંગાબાદથી પકડાયો

અમરેલી : ગુજરાતમાં રોકાણકારો અને નિર્દોષ નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા સાયબર માફિયાઓ સામે રાજ્ય પોલીસે આકરી કાર્યવાહી કરીને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. અમરેલી તેમજ વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા ૬૩૫ કરોડના બહુચચત SD Pay એપ્લિકેશન ફ્રોડના મુખ્ય સૂત્રધાર નારાયણ અશોક કાંગને અમરેલી પોલીસ અને વડોદરા સાયબર ક્રાઇમની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર ખાતેથી ઝડપી પાડયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી નારાયણ અશોક કાંગ ઔરંગાબાદ ખાતે બેસીને SD Pay નામની બોગસ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશનનું આખું નેટવર્ક ઓપરેટ કરતો હતો. એપ્લિકેશનનો તમામ ટેકનિકલ કંટ્રોલ, સર્વર ડેટા અને યુઝર્સની ડિટેઈલ્સ પોતાની પાસે રાખીને તે લોકોને વધુ વળતરની લાલચ આપતો હતો. રોકાણકારો જે રકમ જમા કરાવતા તે સીધી જ આરોપીના અંગત અને બેનામી બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ જતી હતી. આ મોડસ ઓપરેન્ડી દ્વારા તેણે આશરે ૬૩૫ કરોડનું જંગી આથક સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.
ઓપરેશન પાર પાડયા બાદ સંયુક્ત ટીમ દ્વારા આરોપીને કડક સુરક્ષા વચ્ચે વડોદરા લાવવામાં આવ્યો છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે અગાઉથી ગુનો નોંધાયેલો હોવાથી પ્રાથમિક ધોરણે તેની પૂછપરછ અને કસ્ટડી વડોદરા પોલીસ સંભાળી રહી છે. વડોદરા પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી ટેકનિકલ એવિડન્સ, બેંક ખાતાઓ અને આંતરરાજ્ય કનેક્શન અંગે તપાસ પૂર્ણ થયા બાદ અમરેલી પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો મેળવશે.
આંતરરાજ્ય સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર પકડાતા જ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય મળતિયાઓ અને એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીના લેપટોપ, મોબાઈલ અને બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાની તજવીજ હાથ ધરી છે. ૬૩૫ કરોડની અધધ રકમ ક્યાં રોકાણ કરવામાં આવી અને દેશ-વિદેશના કયા ભેજાબાજો આ કૌભાંડમાં સામેલ છે તે દિશામાં વડોદરા અને અમરેલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે

  • SD Pay અને Apna Pay સામે ગુનો 15 લાખથી વધુ યુઝર્સનો ડેટા ઝડપાયો
    અમરેલી : દેશભરમાં સાયબર નેટવર્ક અને રૂા.૧ર૧૧ કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારોનો પર્દાફાશ થતા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે એસ.ડી.-પે અને અપના-પેએ એપ્લિકેશન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ૧પ લાખથી વધુ લોકોનો યુઝર્સ ડેટા બહાર આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી ૧.પર લાખથી વધુ યુઝર્સ સંડોવાયા હોવાનું જાહેર થયું છે.
    અમરેલી પોલીસને હાલમાં તપાસ દરમિયાન જે ડેટા પ્રાપ્ત થયો છે તેમાં કુલ યૂઝર્સનો આંકડો ૧૫,૧૭,૭૭૨ પર પહોંચ્યો છે. આ તમામ યૂઝર્સના ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવતાં કુલ ૬,૫૨,૮૩૧ યૂઝર્સનો ચોક્કસ ડેટા પોલીસના હાથ લાગ્યો છે. પ્રાપ્ત થયેલા ડેટાના વિશ્લેષણ મુજબ સૌથી વધુ યૂઝર્સ ગુજરાતમાંથી ૧,૫૨,૦૦૦ છે. આ ઉપરાંત રાજસ્થાનમાંથી ૧,૩૬,૦૦૦, મહારાષ્ટ્રમાંથી ૭૪,૦૦૦, ઉત્તર પ્રદેશમાંથી ૪૫,૦૦૦, બિહારમાંથી ૩૧,૦૦૦, મધ્યપ્રદેશમાંથી ૩૦,૦૦૦, હરિયાણાથી ૧૭,૦૦૦, ઓડિશાથી ૧૫,૦૦૦, કર્ણાટકથી ૧૧,૦૦૦ અને પશ્ચિમ બંગાળથી ૧૦,૦૦૦ યૂઝર્સ સંડોવાયેલા છે. આ નેટવર્ક દેશના લગભગ પ્રત્યેક રાજ્યમાં ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે.
    આ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો દ્વારા જે ખાતા ખોલવામાં આવ્યા છે, તેમાં અત્યાર સુધીના વિશ્લેષણ મુજબ અંદાજે રૂા. ૧,૨૧૧ કરોડ જેટલી માતબર રકમ ખાતાઓમાં એડ કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. અન્ય યૂઝર્સના ડેટા અને એકાઉન્ટ્સની છાનબીન હાલ ચાલુ છે અને આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે.
    ?અમરેલી પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ એપ્લિકેશન કે ફાઇનાન્શિયલ ફ્રોડ અંગે ત્વરિત નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરી છે.