જાફરાબાદ નજીક જુગારધામ પર SMCનો દરોડો, 15 શખ્સો જૂગટુ ખેલતા ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી,રાજુલા : રાજ્યમાં દેશી-વિદેશી દારૂ અને ખનીજચોરો બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જાફરાબાદ નજીક વાપાળીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ પાડી હતી. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને પાડેલા દરોડાથી જુગારીઓની સાથે પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. અહીં રૂા. ૩.૨૮ લાખના મુદ્દામાલ સાથે ૧૫ શખ્સો ઝડપાયા હતા.
જાફરાબાદના વાપાળીયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.કે. કરમટાને બાતમી મળતા તેમની ટીમ સાથે વોચ ગોઠવીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એસએમસીની ટીમે સ્થળ પરથી રોકડ રકમ રૂા. ૧,૬૧,૬૦૦, ગંજીપત્તા, મોબાઇલ ફોન તેમજ ૩ વાહનો સહિત કુલ રૂા. ૩,૨૮,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે અહીં જુગાર રમતા પકડાયેલા ૧૫ શખ્સો વિરુદ્ધ જાફરાબાદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી અહીં જુગારધામ ચાલતું હતું. જેમાં ખાસ કરીને શ્રમિકો-ખેડૂતો પૈસાની હારજીતનો જુગાર રમવા માટે આવતા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સરાજાહેર ચાલતો જુગારનો અડ્ડો પકડી પાડતા સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ સહિતની કામગીરી અને કાર્યનિષ્ઠા સામે સવાલ ઉભા થયા છે.
જુગારધામમાં પકડાયેલા જાફરાબાદના 15 શખ્સો
(૧) અશોક બાબુ બારૈયા (ઉ.વ.૩૭, રહે. ખેડેરા વાડી વિસ્તાર)
(૨) કાનજી ભીમા મકવાણા (ઉ.વ.૪૫, રહે. વાપાળીયા વિસ્તાર)
(૩) તાહિર યુસુફ બાબ૨ (ઉ.વ.૩૪, રહે. વાપાળીયા વિસ્તાર)
(૪) રાકેશ જીવા મકવાણા (ઉ.વ.૨૭, રહે. ખેડેરા વાડી વિસ્તાર)
(૫) રાજુ રામજી રાઠોડ (ઉ.વ.૩૫, રહે. વાપાળીયા વિસ્તાર)
(૬) ગોપાલ ખોડા મકવાણા (ઉ.વ.૨૬, રહે. ખેડેરા વાડી વિસ્તાર)
(૭) ભાયા ચિનુ મકવાણા (ઉ.વ.૨૬, રહે. વાપાળીયા વિસ્તાર)
(૮) રાજેશ કાના બારૈયા (ઉ.વ.૫૦, રહે. કોળી વાડા, આકા શેરી)
(૯) સંજય કાળુ બારૈયા (ઉ.વ.૩૭, રહે. મોચીવાડા પ્લોટ વિસ્તાર)
(૧૦) રામદાસ ઉકા સોલંકી (ઉ.વ.૩૨, રહે. સામાકાંઠા વિસ્તાર)
(૧૧) ભીમજી સરમણ બારૈયા (ઉ.વ.૩૮, રહે. વિવેકાનંદ સોસાયટી)
(૧૨) જયમલ ભવન બારૈયા (ઉ.વ.૨૮, રહે. ખેડેરા વિસ્તાર)
(૧૩) કાનજી નાગર બારૈયા (ઉ.વ.૩૭, રહે. વાપાળીયા વિસ્તાર)
(૧૪) લક્ષ્મણ પાંચા બારૈયા (ઉ.વ.૩૬, રહે. વાપાળીયા વિસ્તાર)
(૧૫) ચંદ્રકાંત રામજી બારૈયા (ઉ.૫૭, રહે. મામલતદાર ક્વાર્ટર્સ સામે)




