Amreli

અમરેલી: સોશિયલ મીડિયા 'કોમન ફ્રેન્ડ' વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવક પર છરીથી હુમલો, સગીર સહિત 2ની ધરપકડ

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલીના સાવરકુંડલામાં સોશિયલ મીડિયા પર મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બાબતે બબાલ થઈ હતી. સમાધાન માટે બોલાવી સગીર અને અન્ય 1 યુવકે કુલદીપ સાંઢસુર પર ચાકુથી હુમલો કર્યો હતો. કુલદીપને 6-7 ઘા વાગતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે 1 સગીર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: સોશિયલ મીડિયા 'કોમન ફ્રેન્ડ' વિવાદમાં સમાધાન માટે બોલાવી યુવક પર છરીથી હુમલો, સગીર સહિત 2ની ધરપકડ

Social Media Common Friend Dispute Amreli: અમરેલીના સાવરકુંડલા શહેરમાં સોશિયલ મીડિયામાં મ્યુચ્યુઅલ ફ્રેન્ડ બાબતે સગીર અને યુવક વચ્ચે બબાલ થઈ હતી. આ બાબતે ચાલતા મનદુઃખના સમાધાન માટે આરોપીએ પીડિત યુવકને સાવરકુંડલા બોલાવ્યો હતો. જ્યાં ઉગ્ર બોલાચાલી બાદ સગીરે ચાકુથી યુવક પર હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે સાવરકુંડલા પોલીસે 1 સગીર સહિત 2 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

કોમન ફ્રેન્ડને લઈને સગીર-યુવક વચ્ચે બબાલ

પોલીસ ફરિયાદ મુજબ, સાવરકુંડલામાં 2 દિવસ પહેલા યુવતી સાથે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ (કોમન મિત્ર)ને લઈને સગીર અને યુવકો વચ્ચે માથાકુટ થઈ હતી. જેમાં ઉદય રાદડિયા અને સગીર યુવકે સમાધાનના બહાને બોલાવીને કુલદીપ સાંઢસુર પર છરીથી હુમલો કરી દીધો હતો. આ દરમિયાન કુલદીપ સાથેના પૃથ્વીરાજને પણ ઈજા પહોંચી હતી.

સગીર સહિત 2ની ધરપકડ

ગંભીર રીતે ઈજાગ્રસ્ત કુલદીપને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવકના મિત્ર પૃથ્વીરાજ ધાધલે પોલીસ ફરિયાદ નોંધવતા સાવરકુંડલા પોલીસે 1 સગીર સહિત 2 યુવકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

DySPએ શું કહ્યુ?

સાવરકુંડલા DySPએ જણાવ્યું કે, સાબરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો એક ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ભોગ બનનારના મિત્ર અને આરોપીઓ વચ્ચે અગાઉથી એક છોકરી સાથેની મિત્રતા (કોમન ફ્રેન્ડ) બાબતે મનદુઃખ ચાલતુ હતુ. જેને લઈને આરોપીઓએ ફરિયાદી તથા સાક્ષીને ઇન્સ્ટાગ્રામમાં અપશબ્દો પણ બોલ્યા હતા. આ મનદુઃખનું નિરાકરણ લાવવા માટે સાવરકુંડલા ખાતે કરાયેલી બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં સગીરે ચાકુ વડે ભોગ બનનારના પીઠના ભાગે 6-7 ઘા ઝીકી દીધા હતા. હાલ ભોગ બનનાર રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્ય બે આરોપીઓ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળ કિશોર છે અને બીજા આરોપીનું નામ ઉદયભાઈ રાદડિયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ કરી રહી છે.