Amreli

અમરેલીના લીલીયાના ગુંદરણમાં 2 યુવકોને જીવતા સળગાવવાના ચર્ચિત કેસમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન, આરોપીઓનો કાઢ્યો વરઘોડો

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે 2 યુવકોને ગાડીમાં સળગાવવાના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. લીલીયા પોલીસે પકડાયેલા મુખ્ય આરોપીઓ વિનોદ અને રાજુ ડોડીયારને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે ફરીથી દર્શાવ્યું હતું. પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢતા લોકો ઉમટી પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના લીલીયાના ગુંદરણમાં 2 યુવકોને જીવતા સળગાવવાના ચર્ચિત કેસમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન, આરોપીઓનો કાઢ્યો વરઘોડો

Crime Scene Reconstruction : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર ગાડીમાં 2 યુવકોને સળગાવવા મામલે પોલીસે તપાસ તેજ કરી છે. આ ઘટના સંદર્ભે લીલીયા પોલીસે પકડાયેલા બન્ને મુખ્ય આરોપીઓને સાથે રાખીને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આરોપીઓને સાથે રાખી ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન

મળતી માહિતી અનુસાર, લીલીયા પોલીસે ગુંદરણ સ્થિત ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓ વિનોદ ડોડીયાર અને રાજુ ડોડીયાર પાસે સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું. આરોપીઓએ કઈ રીતે પેસેન્જર કારને આગ ચાંપી હતી અને કઈ રીતે આ ક્રૂર ગુનાને અંજામ આપ્યો હતો, તે અંગેનું વિગતવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી દરમિયાન લીલીયા પોલીસે બન્ને આરોપીઓનો ઘટનાસ્થળ આસપાસના વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં લાવવામાં આવતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.