Amreli

VIDEO| નેપાળ પૂર હોનારતમાં ગુમ જાફરાબાદના મહંત ગોમતીદાસ હેમખેમ પરત ફર્યા: ભક્તોમાં હર્ષોલ્લાસ, ઢોલના તાલે કરાયું સ્વાગત

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
નેપાળમાં પૂરની હોનારત બાદ ગુમ થયેલા જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ ઉર્ફે કમત્રપ્રસાદ બાબુલાલ હેમખેમ પરત ફર્યા છે. 10 તારીખે તેઓ અયોધ્યાથી નેપાળની ધાર્મિક યાત્રાએ ગયા હતા. પૂરને કારણે તેમનો સંપર્ક તૂટ્યો હતો અને ગુમ થયેલા લોકોની યાદીમાં તેમનું નામ 20મા ક્રમે હતું. બાપુ પરત ફરતાં ભક્તોમાં ખુશી છવાઈ અને ઢોલના તાલે તેમનું સ્વાગત કરાયું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| નેપાળ પૂર હોનારતમાં ગુમ જાફરાબાદના મહંત ગોમતીદાસ હેમખેમ પરત ફર્યા: ભક્તોમાં હર્ષોલ્લાસ, ઢોલના તાલે કરાયું સ્વાગત

Nepal Flood Jafrabad Mahant Gomtidas Safe Return: નેપાળમાં સર્જાયેલી પૂરની હોનારત બાદ ગુજરાતીઓ સહિત અનેક લોકો સંપર્ક વિહોણા થયા હતા. આ દરમિયાન અમરેલીના જાફરાબાદ સ્થિત ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ ઉર્ફે કમત્રપ્રસાદ બાબુલાલ સલામત રીતે પરત ફરતાં ભક્તો અને સેવકગણમાં ખુશીની લહેર છવાઈ છે.

નેપાળ પૂર હોનારતમાં ગુમ જાફરાબાદના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા

મળતી વિગતો અનુસાર, ગત 10 તારીખે ગોમતીદાસ બાપુ સાધુ સમાજની સાથે અયોધ્યાથી નેપાળની ધાર્મિક યાત્રાએ ગયા હતા. આ દરમિયાન નેપાળમાં ભારે પૂરની હોનારત સર્જાતાં તેમનો સંપર્ક તૂટી ગયો હતો અને તેઓ ગુમ થયા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી ગુમ લોકોની સત્તાવાર યાદીમાં મહંત ગોમતીદાસ બાપુનું નામ 20મા ક્રમે દર્શાવાયું હતું.

ભક્તોમાં હર્ષોલ્લાસ, ઢોલના તાલે કરાયું સ્વાગત

લાંબા સમય સુધી મહંત સાથે કોઈ સંપર્ક ન થતાં જાફરાબાદ અને આસપાસના વિસ્તારના તેમના સેવકગણ તથા ભક્તોમાં ભારે ચિંતા વ્યાપી હતી. જો કે, નેપાળની ધાર્મિક યાત્રા પૂર્ણ કરી મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ જાફરાબાદ પરત ફરતાં ચિંતાના વાદળો હટી ગયા હતા.

મહંતના આગમન પર જાફરાબાદ ખાતે ભક્તો દ્વારા ઢોલના તાલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુને સહી-સલામત જોઈને સમગ્ર વિસ્તારમાં હર્ષ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.