Amreli

અમરેલીમાં 3 વર્ષ બાદ ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન: જલપરી, મોતનો કૂવો અને 27 રોમાંચક રાઈડ્સ મુખ્ય આકર્ષણ

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલીમાં 3 વર્ષના લાંબા અંતરાલ બાદ ભવ્ય લોકમેળાનું આયોજન થયું છે. લોકમેળા સમિતિ દ્વારા શ્રાવણ માસમાં યોજાઈ રહેલા આ મેળામાં બાળકો માટે 'બાળનગરી' અને 27 રોમાંચક રાઈડ્સ મુખ્ય આકર્ષણ છે. જગદીશભાઈ વ્યાસના જણાવ્યા મુજબ, 100થી વધુ સ્ટોલ્સ અને ચટાકેદાર ખાણીપીણીની વ્યવસ્થા કરાઈ છે. યુવાનો માટે 'જલપરી' અને 'મોતનો કૂવો' જેવી રાઈડ્સ ખાસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં 3 વર્ષ બાદ ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન: જલપરી, મોતનો કૂવો અને 27 રોમાંચક રાઈડ્સ મુખ્ય આકર્ષણ

Amreli Lokmela 2026 : અમરેલીના નાગરિકો માટે પૂરા ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ શ્રાવણનો આનંદ બેવડાઈ ગયો છે. શહેરની લોકમેળા સમિતિ દ્વારા અમરેલીમાં એક ભવ્ય અને ભાતીગળ લોકમેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ-ત્રણ વર્ષથી મેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા અમરેલીવાસીઓમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકમેળા સમિતિના આગેવાન જગદીશભાઈ વ્યાસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષના મેળામાં તમામ ઉંમરના લોકો માટે અવનવા અને વિશેષ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે, જેથી આખો પરિવાર એકસાથે મનોરંજન માણી શકે.

vlcsnap-error704.png

બાળકો માટે 'બાળનગરી' અને 27 રોમાંચક રાઈડ્સ

આ ભવ્ય મેળામાં બાળકોના મનોરંજનને ખાસ ધ્યાનમાં રાખીને એક વિશેષ 'બાળનગરી'નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે નાના બાળકો માટે આનંદ અને આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત, મેળામાં આવનાર સહેલાણીઓ માટે ચટાકેદાર ખાણીપીણી, રમકડાં અને વિવિધ ચીજવસ્તુઓના 100 કરતાં પણ વધારે સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. યુવાનો અને એડવેન્ચરપ્રેમીઓ માટે મેળામાં કુલ 27 જેટલી અવનવી અને થ્રિલિંગ રાઈડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને 'જલપરી', 'મોતનો કૂવો' અને 'રેન્જર' જેવી ભારે આકર્ષક અને રોમાંચક રાઈડ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

vlcsnap-error783.png

લોકમેળા સમિતિની રાત દિવસ મહેનત

આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે લોકમેળા સમિતિની આખી ટીમ રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે, મેળાની કામગીરી અને વ્યવસ્થાપન દરમિયાન જ્યારે પણ જરૂર પડી ત્યારે સ્થાનિક વહીવટી તંત્રએ જરૂરી તમમ મદદ કરી છે.

vlcsnap-error974.png