Amreli

અમરેલીના મોટા દેવળિયા ગામે તળાવમાં બાળક ડૂબ્યો, શોધખોળ શરૂ

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલીના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે તળાવમાં ડૂબી જતાં 10 વર્ષીય ભરત મેરામ નામના સગીરનું કરુણ મોત નીપજ્યું છે. ઘેટાં-બકરાં ચરાવતી વખતે પગ લપસતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી હતી. આ દુઃખદ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના મોટા દેવળિયા ગામે તળાવમાં બાળક ડૂબ્યો, શોધખોળ શરૂ

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા મોટા દેવળિયા ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં આવેલા તળાવ પાસે પશુઓ ચરાવી રહેલો સગીર અચાનક તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાળકની શોધખોળ હાથ ધરી છે.

ઘેટાં-બકરાં ચરાવતી વખતે સર્જાયો અકસ્માત

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, 10 વર્ષીય ભરત મેરામ નામનો બાળક તળાવ નજીક ઘેટાં-બકરાં ચરાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં કે અન્ય કોઈ કારણોસર તે તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બાળક તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળતા જ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ ખાતે એકઠા થઈ ગયા હતા.

ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં અમરેલી ફાયર વિભાગની ટીમ અને બાબરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા બોટ અને ખાસ સાધનોની મદદથી તળાવમાં ડૂબેલા બાળકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર મોટા દેવળીયા ગામમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.