Amreli

અમરેલી: સાવરકુંડલાના ભૂવા ગામમાંથી દેશી બનાવટની બંદૂક સાથે યુવક ઝડપાયો

By GS Team
24 Sep 20261 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગેરકાયદે હથિયારો વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આ અંતર્ગત SOG ટીમે સાવરકુંડલા તાલુકાના ભૂવા ગામમાંથી 20 વર્ષીય ઇબ્રાહિમ ઉર્ફે ડિગલો લાડકને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે તેને સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: સાવરકુંડલાના ભૂવા ગામમાંથી દેશી બનાવટની બંદૂક સાથે યુવક ઝડપાયો

Amreli Crime News: અમરેલી જિલ્લામાં ગેરકાયદે હથિયારો ધરાવતા શખસો સામે પોલીસે લાલઆંખ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગેરકાયદે હથિયારો રાખતા શખસો પર સકંજો કસવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક યુવકની અટકાયત કરી છે.

બાતમીના આધારે ભૂવા ગામમાં દરોડો

મળતી માહિતી મુજબ, અમરેલી SOG ટીમ સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, આ દરમિયાન બાતમીના આધારે પોલીસે સાવરકુંડલા તાલુકાના ભૂવા ગામમાં દરોડો પાડીને 20 વર્ષીય ઇબ્રાહિમ ઉર્ફે ડિગલો લાડકને એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પોલીસે આરોપીના કબજામાંથી ગેરકાયદે હથિયાર જપ્ત કરીને તેની સામે આર્મ્સ એક્ટ તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની સઘન તપાસ અર્થે આરોપી તથા મુદ્દામાલ સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.