Amreli

અમરેલી: ₹634 કરોડનું SD Pay કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, 2 મુખ્ય સૂત્રધારો સહિત કુલ 9 ઝડપાયા

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલી સાયબર પોલીસે SDPay એપના ₹634 કરોડના મહાકૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. ઊંચા વળતરની લાલચ આપી ગુજરાત સહિત દેશભરના 1.75 લાખથી વધુ લોકોને છેતરનારા મુખ્ય 2 સૂત્રધાર ધવલ પટેલ, હિરેન શાહ અને ભાવેશ ધનેચા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. SIT દ્વારા ઝડપી કાર્યવાહીમાં 7 બોગસ કંપનીઓ બનાવી ₹1598 કરોડની હેરાફેરી કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ₹634 કરોડનું SD Pay કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, 2 મુખ્ય સૂત્રધારો સહિત કુલ 9 ઝડપાયા

Amreli SDPay App 634 Crore Fraud Case: ઉંચા વળતરની લોભામણી લાલચ આપીને ગુજરાત સહિત દેશભરના લોકો સાથે ₹634 કરોડનું મહાકૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો સામે અમરેલી સાયબર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 'SD Pay' અને 'Apના Pay' નામની મોબાઇલ એપ્લિકેશન બનાવીને પોંઝી સ્કીમ ચલાવતા મુખ્ય 2 માસ્ટરમાઈન્ડ્સ બાદ વધુ એક આરોપી ઝડપાયો છે. જેની સાથે કુલ આરોપીની સંખ્યા 9 પર પહોંચી છે. અમરેલી સાયબર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઝડપી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે અમરેલી જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કૌભાંડની વિગતો આપી હતી.

3 મુખ્ય સૂત્રધારો સાથે કુલ 9 આરોપીઓ ઝડપાયા

બે દિવસ પહેલા બે મુખ્ય સૂત્રધારમાં એપ માલિક ધવલ પટેલ અને હિરેન શાહને ઓડિશાથી ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને ઓડિશાથી ફ્લાઇટ મારફત અમરેલી લાવવામાં આવ્યા હતા. તેની પૂછપરછ કર્યા બાદ લધુ એક આરોપી ભાવેશ અરવિંદ ધનેચાને ઝડપી લેવાયો છે. આ પૂર્વે સાયબર ટીમે આ કૌભાંડમાં સામેલ 6 આરોપીઓને જેલભેગા કર્યા હતા. હાલ આ કેસમાં કુલ 9 આરોપીઓ ઝડપાયા છે.

10 લાખથી વધુ યુઝર્સ જોડાયા હતા, 1.75 લાખથી વધુ લોકો ભોગ બન્યા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ કાવતરું રચી પોતાના રેફરલથી પહેલા લેવલમાં 271 લોકોને જોડ્યા હતા, ત્યારબાદ મલ્ટિ-લેવલ માર્કેટિંગ (MLM) મોડલ હેઠળ અંદાજે 1.50 થી 1.75 લાખ લોકોને આ ઠગાઈની ઝાળમાં ફસાવ્યા હતા. પ્લે સ્ટોર પર 'SD Pay' એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ દર્શાવતા હતા. NCCRP પોર્ટલની તપાસમાં આ કૌભાંડ સંબંધિત 18 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 195 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી મળી આવી છે.

નાણા સગેવગે કરવા બનાવી બોગસ કંપનીઓ

રોકાણકારોના નાણાં સગેવગે કરવા અને લોન્ડરિંગ માટે આરોપીઓએ વિવિધ 7 બોગસ (શેલ) કંપનીઓ ઊભી કરી હતી.

1- એસ.ડી. હબ (ઓપીસી) પ્રા. લિ.
2- શિવ ધરતી કોમ્યુનિકેશન પ્રા. લિ.
3- શિવધરતી ટેકનોલોજી પ્રા. લિ.
4- ઉપાય ડિજી પેમેન્ટ ઈન્ડિયા લિ.
5- UPAY DIGI ઈન્ડિયા પ્રા. લિ.
6- યુ પેમેન્ટ ઈન્ડિયા લિમિટેડ
7- હસ્ટલેનેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ

શેલ કંપનીઓ બનાવી 1598 કરોડની હેરફેર કરી

આ કંપનીઓના નામથી ખોલાવાયેલા 18 બેંક ખાતાઓમાં અંદાજે 1598 કરોડ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય આરોપીઓના વધુ 35 થી 40 બેંક ખાતાઓની તપાસ પણ ચાલી રહી છે. હાલ પોલીસ ટીમ દ્વારા ભોગ બનનારા રોકાણકારોના રૂબરૂ તથા ટેલિફોનિક નિવેદનો નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.