Amreli

અમરેલી: બાબરામાં પરપ્રાંતીય શ્રમિકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા, સાથી મજૂર સામે શંકાની સોય

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
અમરેલીના બાબરા-ભાવનગર હાઈવે પરના કારખાનામાં મૂળ મધ્ય પ્રદેશના પરપ્રાંતીય શ્રમિકની હત્યાથી ચકચાર મચી છે. રાત્રે સૂતી વખતે માથામાં બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ હતી. પોલીસે કારખાનાના જ અન્ય શ્રમિક પર શંકા રાખી તપાસ શરૂ કરી છે. બાબરા પોલીસે ગુનો નોંધી ફરાર હત્યારાને પકડવા તજવીજ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: બાબરામાં પરપ્રાંતીય શ્રમિકની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા, સાથી મજૂર સામે શંકાની સોય

Amreli Crime News: અમરેલી જિલ્લાના બાબરા ખાતે ભાવનગર હાઈવે પર આવેલા એક કારખાનામાં મૂળ મધ્ય પ્રદેશના આધેડ વયના પરપ્રાંતીય શ્રમિકની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસ અનુસાર, રાત્રિના સમયે જ્યારે શ્રમિક નિદ્રાધીન હતા ત્યારે તેમના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

રાત્રે સૂતી વખતે જ કરી દેવાઈ હત્યા

મળતી માહિતી અનુસાર, મૃતક આધેડ વયના શ્રમિક બાબરા-ભાવનગર હાઈવે પર આવેલ કારખાનામાં કામ કરતા હતા. મોડી રાત્રે જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરે તેમના માથાના ભાગે કોઈ ભારે કે બોથડ વસ્તુ વડે ક્રૂરતાપૂર્વક પ્રહાર કર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે શ્રમિકનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું.

સાથી મજૂર પર શંકા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

બનાવની જાણ થતાં જ બાબરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, કારખાનામાં જ કામ કરતા અન્ય એક મજૂર દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. બાબરા પોલીસે ગુનો નોંધીને ફરાર હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.