Amreli

અમરેલી : સિંહણે મહિલા પર હુમલો કર્યો, હોસ્પિટલમાં દાખલ, એક મહિનામાં 5મી ઘટના

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
અમરેલીના રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં સિંહણે ખેતરમાં કામ કરતી સમજુબેન સોલંકી નામની મહિલા પર હુમલો કર્યો. સિંહણે મહિલાના પગે ગંભીર ઈજા પહોંચાડતા તેમને તાત્કાલિક રાજુલાની હોસ્પિટલમાં ખસેડાયા. છેલ્લા એક મહિનામાં સિંહ હુમલાની આ 5મી ઘટના છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી : સિંહણે મહિલા પર હુમલો કર્યો, હોસ્પિટલમાં દાખલ, એક મહિનામાં 5મી ઘટના

Amreli Lioness Attack : અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક યથાવત રહ્યો છે. રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં આવેલી એક વાડીના ખેતરમાં સિંહણે એક મહિલા પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સિંહણે મહિલાને કરી ઈજા

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વાડી વિસ્તારમાં કામ કરી રહેલા સમજુબેન સોલંકી નામની મહિલા પર સિંહણે અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સિંહણે મહિલાના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સમજુબેનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

લોકોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવી આ 5મી ઘટના સામે આવી છે. વન્ય પ્રાણીઓના સતત વધી રહેલા હુમલાઓને કારણે સ્થાનિક સીમ વિસ્તાર અને ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે.