અમરેલી: લાઠી પંથકમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ અને ધમકી આપવા મામલે ચાર શખસો સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Crime News: અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેમજ અશ્લીલ વીડિયો અને તસવીરો વાઈરલ કરવાની ધમકી આપવા મામલે દામનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખસો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અશ્લીલ વીડિયો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો અનુસાર, આરોપીઓએ સગીરાના અશ્લીલ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તથા તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓના આધારે સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, મુખ્ય બે શખસોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય બે શખસોએ તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી ધમકી આપી હતી.
આ મામલે પીડિતા અને તેના પરિવારજનોએ હિંમત દાખવી દામનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. દામનગર પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




