અમરેલી: બાબરા નજીક હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે જ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લાના બાબરા નજીકથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, બાબરા તાલુકાના ચરખા ગામનો બાઈકચાલક યુવક બાબરાથી પોતાના ગામ ચરખા તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થતી વખતે એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રકચાલકે બાઇકને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. મૃતક યુવકનાદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઇ ગયેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.









