Amreli

VIDEO| અમરેલી: બગસરામાં વનકર્મી પર સિંહનો હુમલો, ધારીની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, સ્થાનિકોમાં ભય

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમરેલીના બગસરાના સમઢિયાળા ગામે વનકર્મી મહેશ માટીયા પર સિંહે હુમલો કર્યો. ખેતરમાંથી સિંહને ખસેડવા જતાં અચાનક હુમલો થતાં તેમને પીઠ અને કમરમાં ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત વનકર્મીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બીજી તરફ, ધારીની મધુવન સોસાયટીમાં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે અને તેને પકડવા માગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમરેલી: બગસરામાં વનકર્મી પર સિંહનો હુમલો, ધારીની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, સ્થાનિકોમાં ભય

Amreli Lion Attack: સૌરાષ્ટ્રના અમરેલી સહિતના વિસ્તારોમાં ગ્રામ્ય પંથકમાં સિંહ-દીપડાના આંટાફેરા અને સ્થાનિકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં અમરેલીના બગસરાના સમઢિયાળા ગામે વનવિભાગના કર્મી પર સિંહે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વનકર્મીને અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. બીજી તરફ, ધારી ગીર પંથકમાં સિંહોના સામ્રાજ્ય વચ્ચે દીપડાની લટારનો વીડિયો વાઈરલ થયો છે. દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે વન્યપ્રાણીને પાંજરે પૂરવાની રહીશોએ માગ કરી છે.

બગસરામાં વનકર્મી પર સિંહનો હુમલો

મળતી માહિતી મુજબ, બગસરાના સમઢિયાળા ગામે ખેતી કરવા જતાં ખેડૂતને બે સિંહ ખેતરમાં બેઠા નજરે પડ્યા હતા. ખેતરમાં સિંહ બેઠા હોવાથી ભયના માહોલ વચ્ચે ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી ખેડૂતે સિંહને દૂર ખસેડવા વનકર્મીને જાણ કરી હતી. ઘટનાને પગલે વનવિભાગના કર્મી સ્થળ પર પહોંચીને સિંહને ખેતર માંથી દૂર કરવા જતાં અચાનક સિંહે તેમની પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલામાં વનકર્મી મહેશ માટીયાને પીઠ અને કમરના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પહેલા રાજુલા પંથકમાં 2 વનકર્મી પર સિંહ હુમલાની ઘટના ઘટી હતી. ફરી સિંહ હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

ધારીની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, સ્થાનિકોમાં ભય

બીજી તરફ, ધારી ગીર પંથકમાં સિંહોના સામ્રાજ્ય વચ્ચે ધારી શહેરની મધુવન સોસાયટીમાં દીપડાની લટારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. જંગલ મૂકીને દીપડો શહેરમાં પ્રવેશ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સોસાયટીમાં દીપડાની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે રહીશોએ દીપડાને પાંજરે પૂરવાની વનવિભાગમાં માગ કરી છે.