અમરેલી: રાજુલામાંથી ગાંજાના જથ્થા સાથે 60 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલી જિલ્લામાં નશાના કારોબાર અને માદક પદાર્થોના દૂષણને ડામવા માટે એસ.ઓ.જી. (SOG) ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ખાસ અભિયાન અંતર્ગત રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને 2.50 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો
રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજુલાના બીડીકામદાર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મથુર શિયાળના મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મકાનમાંથી 5 કિલોગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત આશરે 2.50 લાખ રૂપિયા જેટલી થાય છે.
એસ.ઓ.જી. ટીમે પ્રતિબંધિત નશીલા પદાર્થ સાથે પકડાયેલા આરોપી મથુર શિયાળ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









