Amreli

અમરેલીના અનેક તાલુકામાં મેઘમહેર, રાજુલા-સાવરકુંડલાની નદીઓમાં પૂર, ખેડૂતોમાં હરખ

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. રાજુલામાં 4 ઇંચ, જાફરાબાદ અને લાઠીમાં 1-1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. રાજુલા, સાવરકુંડલાની નદીઓમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજુલાના નીચલા બજારોમાં પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું. વરસાદને કારણે નેસડી ગામની સ્થિતિ વિકટ બની.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના અનેક તાલુકામાં મેઘમહેર, રાજુલા-સાવરકુંડલાની નદીઓમાં પૂર, ખેડૂતોમાં હરખ

Heavy Rain In Amreli: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલીના લાઠી, ધારી, રાજુલા સહિતના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે(4 જુલાઈ) અમરેલીના રાજુલામાં 4 ઇંચ, જાફરાબાદ અને લાઠીમાં 1-1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજુલા અને સાવરકુંડલાની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યું છે. આમ, જિલ્લામાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે.

GujaratSamachar-2026-07-04T204922.280-ezgif.com-video-to-gif-converter.gif

રાજુલા, સાવરકુંડલા, લાઠી સહિતના તાલુકામાં મેઘમહેર

અમરેલીના મોટાભાગના તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં રાજુલામાં જોરદાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. તેમજ રાજુલા શહેરની હવેલી શેરી અને નીચલી બજારોની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા.

GujaratSamachar-2026-07-04T213649.880-ezgif.com-video-to-gif-converter.gif

રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

જ્યારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો નેસડી, મોરંગી, કોટડી, કોવાયા, રામપરા, ડુંગર, કુંડલીયાળા, રીંગણીયાળા, ડુંગરપુરડા, છતડીયા, હિંડોરણા, કડીયાળી સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાની યોગ્ય વ્યવસ્થા હોવાથી નેસડી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની છે. જ્યારે મોરંગી ગામની નદી, ડુંગર ગામની સૂકવો નદીમાં પૂર આવ્યું છે.

GujaratSamachar-2026-07-04T204208.220-ezgif.com-video-to-gif-converter.gif

લાઠીમાં સતત ચોથા દિવસે મેઘમહેર

લાઠી શહેરમાં ચોથા દિવસે ધોધમાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. ઠવી, વીરડી, નાલ સહિત આસપાસના ગામોમાં વરસાદ થયો. ધોધમાર વરસાદને લઈને ખેતરો પાણીથી તરબોળ થયા. તેવામાં સારો એવો વરસાદ થતાં જગતનો તાતમાં હરખ છવાયું છે.

GujaratSamachar-2026-07-04T214050.829-ezgif.com-video-to-gif-converter.gif

ખાંભા-સાવરકુંડલા પંથકમાં વરસાદ

ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર. જેમાં ખાંભાના મોટા બારમણ, નાના બારમણ, રાયડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેમજ ખાંભા ગીરના ગામડાઓમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ખાંભા શહેર સહિત ડેડાણ, તાતણીયા અને પીપળવામાં સારો એવો વરસાદ વરસ્યો છે.

GujaratSamachar-2026-07-04T170634.408-ezgif.com-video-to-gif-converter.gif

સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર

જ્યારે સાવરકુંડલાના પીપરડી, વિજપડી સહિતના ગામડાંઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદી માહોલને લઈને નેસડીના સ્થાનિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્રને જાણ કરી હતી. સાવરકુંડલામાં ધોધમાર વરસાદ બાદ નાવલી નદીમાં પૂર આવ્યું છે. નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા પાણીના તેજ પ્રવાહના અદ્ભુત દૃશ્યો જોવા સ્થાનિકો ઉમટ્યા હતા.

GujaratSamachar-2026-07-04T204003.489-ezgif.com-video-to-gif-converter.gif

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ

જાફરાબાદના ગ્રામ્ય અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ

જાફરાબાદ ગ્રામ્ય પંથક સહિત દરિયાકાંઠાના વિસ્તારો પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં જાફરાબાદના નાગેશ્રી, બાબરકોટ, મિતિયાળા, વાઢેરા અને કડિયાળી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારો અને ગ્રામ્ય પંથકમાં મેઘગર્જના સાથે ભારે વરસાદ ખાબકતા તંત્ર ઍલર્ટ મોડમાં છે.