Ahmedabad

અમદાવાદના ઓઢવમાંથી 160 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, રાજસ્થાનથી જથ્થો લાવી છૂટક વેચવાનો હતો પ્લાન

By GS Team
7 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવમાં SOG ક્રાઇમે 4.80 લાખના 160 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. માધવ એસ્ટેટ નજીકથી સચિન ઠાકોર (ઉં.વ. 20, રહે. વાવ-થરાદ) નામનો યુવક રાજસ્થાનથી ડ્રગ્સ લાવી છૂટક વેચવાની પેરવીમાં હતો. પોલીસે 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના મુખ્ય સપ્લાયર ઓમપ્રકાશ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ઓઢવમાંથી 160 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, રાજસ્થાનથી જથ્થો લાવી છૂટક વેચવાનો હતો પ્લાન

Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એસ.પી. રિંગ રોડ બ્રિજ નજીક આવેલા માધવ એસ્ટેટના ગેટ નજીક એસ.ઓ.જી. (SOG) ક્રાઇમની ટીમે એક યુવકને 160 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા આ ડ્રગ્સની અંદાજિત કિંમત 4.80 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે.

ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી આવ્યો હતો

મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી.ની ટીમ ઓઢવ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે વાવ-થરાદ જિલ્લાનો એક યુવક રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવીને ઓઢવ વિસ્તારમાં છૂટક વેચાણ કરવાની પેરવી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે માધવ એસ્ટેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન વસ્ત્રાલ તરફથી આવતા સર્વિસ રોડ પર શંકાસ્પદ જણાતા યુવકને અટકાવી તેની તલાશી લેતાં તેની પાસેથી ડ્રગ્સનો આ જથ્થો મળી આવ્યો હતો.

ઝડપાયેલા શખસની પૂછપરછમાં તેનું નામ સચિન સુંડાજી ચમનજી ઠાકોર (ઉં.વ. 20, રહે. નેસડા) હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ નશાકારક પદાર્થ તે રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા ઓમપ્રકાશ નામના મુખ્ય સપ્લાયર પાસેથી અમદાવાદમાં વેચવા માટે લાવ્યો હતો. હાલ પોલીસે ડ્રગ્સ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર સપ્લાયર ઓમપ્રકાશ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.