Ahmedabad

અમદાવાદ ડિવિઝનનો માલ લોડિંગમાં નવો ઓલ-ટાઈમ રેકોર્ડ: એક જ દિવસમાં 3,580 વેગનના 85 રેકનું લોડિંગ કરાયું

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને 5 સપ્ટેમ્બર, 2026ના રોજ માલ પરિવહનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ડિવિઝને એક જ દિવસમાં 85 રેક એટલે કે 3,580 વેગનનું લોડિંગ કર્યું, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ દૈનિક પ્રદર્શન છે. અગાઉ 80 રેકનો રેકોર્ડ હતો. DRM વેદ પ્રકાશે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિથી રેલવેની આવકમાં વધારો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ડિવિઝનનો માલ લોડિંગમાં નવો ઓલ-ટાઈમ રેકોર્ડ: એક જ દિવસમાં 3,580 વેગનના 85 રેકનું લોડિંગ કરાયું

Ahmedabad Division 85 Rakes Loading Record: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ દૈનિક લોડિંગ નોંધાવી નવો ઓલ-ટાઈમ રેકોર્ડ બનાવ્યો છે. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ મંડળે એક જ દિવસમાં 85 રેક એટલે કે 3,580 વેગનનું લોડિંગ કર્યું હતું. આ પહેલાં એક દિવસમાં સૌથી વધુ 80 રેક અને 3,525 વેગન લોડ કરવાનો રેકોર્ડ હતો. નવા રેકોર્ડ સાથે મંડળે અગાઉના પ્રદર્શન કરતાં 5 રેક અને 55 વેગન વધુ લોડ કર્યા છે.

એક જ દિવસમાં વિવિધ કેટેગરીમાં પણ રેકોર્ડ

5 સપ્ટેમ્બરના રોજ માત્ર લોડિંગમાં જ નહીં, પરંતુ માલ પરિવહનની વિવિધ કેટેગરીમાં પણ નોંધપાત્ર કામગીરી થઈ હતી.

  • કન્ટેનર: 42 કન્ટેનર રેકનું લોડિંગ, જેમાં 21 ડબલ-સ્ટેક કન્ટેનર રેકનો સમાવેશ
  • ઓટોમોબાઇલ: 6 ઓટો રેકનું લોડિંગ
  • મીઠું: 8 રેકનું લોડિંગ
  • ખાતર: 17 ફર્ટિલાઇઝર રેકનું લોડિંગ

ડબલ-સ્ટેક કન્ટેનર રેકના લોડિંગથી ઉપલબ્ધ રેલ પરિવહન ક્ષમતાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થયો છે. જ્યારે ખાતરના 17 રેકના લોડિંગથી કૃષિ ક્ષેત્ર માટે સમયસર ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.

ઓગસ્ટમાં 44.65 લાખ ટન માલનું લોડિંગ

અમદાવાદ ડિવિઝને ઓગસ્ટ 2026 દરમિયાન પણ માલ પરિવહન ક્ષેત્રે મજબૂત કામગીરી કરી હતી. સમગ્ર મહિનામાં 4.4651 મિલિયન ટન એટલે કે આશરે 44.65 લાખ ટન માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું. તેના થકી રેલવેને 631.31 કરોડની આવક મળી હતી.

આ ઉપરાંત ઓગસ્ટ દરમિયાન દરરોજ સરેરાશ 218.84 ટ્રેનોનું ઇન્ટરચેન્જ થયું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 2.5 ટકા વધારે છે. DFC પોઇન્ટ્સ પર પણ સરેરાશ ઇન્ટરચેન્જ વધીને 100.81 ટ્રેન પ્રતિદિન થયો હતો, જે 11.8 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન મંડળે 365 લોંગ હૉલ ટ્રેનો પણ દોડાવી હતી.

DRMએ ટીમને અભિનંદન પાઠવ્યા

DRM વેદ પ્રકાશે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અમદાવાદ ડિવિઝનની સમગ્ર ટીમ, પરિચાલન અને વાણિજ્યિક વિભાગ તેમજ DFCCILના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વધુ સારી પરિચાલન યોજના, ટીમના સંકલિત પ્રયાસો અને ઉપલબ્ધ માલ પરિવહન ક્ષમતાના અસરકારક ઉપયોગના પરિણામે આ સિદ્ધિ હાંસલ થઈ છે. અમદાવાદ મંડળનો આ રેકોર્ડ લોડિંગ રેલવે મારફતે માલ પરિવહનને વધુ વેગ આપવા સાથે રાષ્ટ્રીય સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને રેલવેની માલભાડાની આવક વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

5 સપ્ટેમ્બરનું રેકોર્ડ લોડિંગ

  • 85 રેક: એક દિવસમાં કુલ લોડિંગ
  • 3,580 વેગન: એક દિવસમાં લોડ થયેલા વેગન
  • 80 રેક: અગાઉનો દૈનિક રેકોર્ડ
  • 42 રેક: કન્ટેનર લોડિંગ
  • 21 રેક: ડબલ-સ્ટેક કન્ટેનર
  • 6 રેક: ઓટોમોબાઇલ
  • 8 રેક: મીઠું
  • 17 રેક: ખાતર