Ahmedabad

VIDEO| દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ સાથે લગ્નની મોસમ શરૂ, બજારમાં ₹500થી ₹4000 સુધીની ગણેશ માટલીઓનું આકર્ષણ

By GS Team
20 Nov 20262 mins read
TukuTouch Logo
દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ સાથે ગુજરાતમાં લગ્નની મોસમનો શુભારંભ થયો છે. રાજ્યભરમાં ગુલાબી ઠંડી વચ્ચે લગ્નોત્સવની તૈયારીઓએ વેગ પકડ્યો છે. આ પ્રસંગે પરંપરાગત 'ગણેશ માટલી' ₹500 થી ₹4000 સુધીના ભાવે બજારમાં ઉપલબ્ધ છે. લગ્નપ્રસંગોમાં વિઘ્ન નિવારણ માટે વર-કન્યાના ઘરે ગણેશ માટલી સ્થાપિત કરાય છે, જે હવે આધુનિક શણગાર સાથે જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ સાથે લગ્નની મોસમ શરૂ, બજારમાં ₹500થી ₹4000 સુધીની ગણેશ માટલીઓનું આકર્ષણ

Devuthi Ekadashi Tulsi Vivah Wedding Season Gujarat: દેવઉઠી અગિયારસ અને તુલસી વિવાહ સાથે જ ગુજરાતમાં લગ્નની મોસમની શુભ શરૂઆત થઈ છે. રાજ્યભરમાં ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે લગ્નોત્સવ અને શુભ પ્રસંગોની તૈયારીઓએ વેગ પકડ્યો છે. લગ્ન પ્રસંગોની શરૂઆત સાથે જોડાયેલી પરંપરાગત ‘ગણેશ માટલી’ પણ હવે નવા અને ભવ્ય શણગાર સાથે બજારમાં જોવા મળી રહી છે, જેના ભાવ બજારમાં અંદાજે ₹500 થી લઈને ₹4000 સુધી નોંધાઈ રહ્યા છે.

તુલસી વિવાહ બાદ લગ્નની મોસમની શરૂઆત

દેવઉઠી અગિયારસના દિવસે મંદિરો અને ઘરોમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, જેની સાથે જ લગ્નગાળાની શરૂઆત માનવામાં આવે છે. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે મોટા પ્રમાણમાં લગ્ન અને શુભ પ્રસંગોનું આયોજન થાય છે, જેના પ્રારંભિક ચરણમાં ગણેશ માટલીના સ્થાપનનું વિશેષ મહત્ત્વ રહે છે.

શુભ પ્રસંગમાં વિઘ્ન નિવારણ માટેની પરંપરાગત વિધિ

ગણેશ માટલી એ ગુજરાતી લગ્ન અને શુભ પ્રસંગો પૂર્વે કરવામાં આવતી પરંપરાગત વિધિ છે. આ વિધિમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા અને શણગારેલી માટીની માટલીનું સ્થાપન કરવામાં આવે છે. લગ્ન કે શુભ પ્રસંગમાં કોઈ વિઘ્ન ન આવે તેમજ નવું જીવન સુખ-સમૃદ્ધિ અને શાંતિથી ભરેલું રહે, તેવી ભાવના સાથે વર અને કન્યા બંને પક્ષના ઘરે આ વિધિ સંપન્ન કરાય છે.

પરંપરાથી આધુનિક શણગાર તરફ ગણેશ માટલી

ગણેશ માટલીની વિધિ દરમિયાન રંગો, આભલા, મોતી કે ગેરુથી શણગારેલી માટીની માટલી તથા ગણેશજીની મૂર્તિ કે પ્રતીકનું પૂજન થાય છે. સમયની સાથે પરંપરાગત માટલીના શણગારમાં પણ વિવિધતા આવી છે અને ગ્રાહકોની પસંદગી મુજબ સાદા શણગારથી લઈને ભવ્ય ડિઝાઈનવાળી માટલીઓ બજારમાં ઉપલબ્ધ છે.